ચોમાસામાં ફરવા માટે ગુજરાતમાં આ જગ્યા છે બેસ્ટ
- ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ફરવા જવા માટે બેસ્ટ જગ્યા
- પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે
- પ્રકૃતિ પ્રેમીને ખૂબ જ પસંદ આવશે આ જગ્યા
ગુજરાતના લોકો ખાવાના શોખીન તો હોય જ છે સાથે જ ગુજરાતીઓ ફરવા માટે પણ જાણીતા છે. ફરવા માટે ગુજરાતીઓને સિઝનની જરૂર નથી. બારેય મહિના લોકો મોજશોખ અને હરતા ફરતા રહે છે, પરંતુ અમુક ચોક્કસ સ્થળો વર્ષમાં એક ચોક્કસ સમયે અદભુત અને કંઇક ખાસ સૌંદર્ય ધારણ કરી લેતા હોય છે. ત્યારે અમે આજે આપને ગુજરાતના એવા કેટલાક સ્થળો વિશે જણાવીશું જ્યાં ચોમાસાની સીઝનમાં કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ સ્થળો પોતાના કુદરતી સૌંદર્યને લઇને ખુબ જ જાણીતા બન્યા છે.
સોળેકળાએ ખીલી ઉઠ્યુ સાપુતારા
ચોમાસામાં સાપુતારાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. ચારે તરફ હરિયાળી અને ખળ-ખળ વહેતા ઝરણા સાપુતારાને અવર્ણનીય સુંદરતા આપે છે. તાજેતરમાં વરસેલા વરસાદથી સાપુતારા સોળેકળાએ ખીલી ઉઠયું છે અને સહેલાણીઓ અહીંના કુદરતી સૌંદર્યને જોઇને મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.
સાપુતારામાં કઈ જગ્યા પર ફરશો?
ડાંગ જિલ્લામાં આવેલા ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળાઓ આવે છે. અને તે છે સાપુતારા. જે ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું છે. ગીરબાદ સાપુતારાનું જંગલ સૌથી મોટુ જંગલ કહી શકાય. પ્રકૃતિ પ્રેમીઓને આ જગ્યા ખૂબ પસંદ આવે તેવી છે. ત્યા પહેલા ખૂબ જ સાપો જોવા મળતા હતા. આજે પણ જંગલોમાં સાપના દર્શન કરી શકાય છે. એક હિલ સ્ટેશન તરીકે સાપુતારા ખૂબ જ સુંદર જગ્યા કહી શકાય. તેમાં પણ જો ચોમાસાની ઋતુમાં ત્યાં જવામાં આવે તો મજા જ પડી જાય.