GAJANAND કોન્ટેસ્ટ ૨૦૨૩- હર ઘર ગજાનંદ

તમારા મંડળ ના અને ઘર ના શ્રી ગણપતિ બાપ્પા ને આપણા ચરોતર ની ફોટો ગેલેરી માં અને આપણા ચરોતર ના સોશ્યિલ મીડિયા માં સ્થાન આપવા માટે ગણપતિ બાપ્પા ના ફોટો Aapnucharotar.com પરની અમારી લિંક પર ક્લિક કરી અપલોડ કરો અપલોડ કરો.

ઇનામ શ્રેણીઓ (* ફેરફારને આધીન):

  • ટોચની 5 શ્રેષ્ઠ શ્રી ગણેશ મૂર્તિઓને (મંડળ દ્વારા સ્થાપિત) 1લું, 2જું ,3જું ,4થું અને 5મુ ઇનામ.
  • ટોચની 5 શ્રેષ્ઠ ગૃહ ગણેશ શણગાર માટે 1લું, 2જું ,3જું ,4થું અને 5મુ ઇનામ .
  • ટોચની 5 બેસ્ટ ઇકો ફ્રેન્ડલી શ્રી ગણપતિ માટે 1લું, 2જું ,3જું ,4થું અને 5મુ ઇનામ .
  • સર્ટિફિકેટ દરેક પ્રતિયોગી ને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.
  • ઇનામો નું વિતરણ આણંદ જિલ્લા ના મહાનુભાવો તથા ટીમ દ્વારા કરવામાં આવશે.

આણંદ જિલ્લો તથા આપણું ચરોતર Website ની ટીમ બહુવિધ માપદંડોના આધારે ઇનામ વિજેતાઓનો નિર્ણય કરશે. નિરીક્ષકની ટીમ નોમિનેટેડ લોકેશન પર વિઝિટ કરીને ખાતરી પણ કરશે અને તેમના નિર્ણયને અંતિમ ગણવામાં આવશે.

સ્પર્ધા માં ભાગ લેવા તમારા શ્રી ગણપતિના ફોટો આ લિક પર અપલોડ કરો.

નિયમો:

  • સ્પર્ધા માં એન્ટ્રી ફક્ત ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ રાત્રે ૧૧ વાગ્યા સુધી જ માન્ય.
  • આ સ્પર્ધા ફક્ત આણંદ જિલ્લા માટે જ છે ગણપતિ હરીફાઈ ૧૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (ગુરુવાર) ના રોજ શરૂ થશે.
  • ભાગ લેવા અને ચિત્રો/વિડિયો સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) છે.
  • વિજેતાઓ પ મી ઓક્ટોબર , ૨૦૨૩ (ગુરુવાર) ના રોજ જાહેર કરવામાં આવશે.
  • નમ્ર વિનંતી કે શ્રી ગણેશજી ના ૨ કે ૩ ચિત્રો અને ૧૫ થી ૩૦ સેકન્ડ નો વીડિયો અપલોડ કરવા. મૂર્તિ ના ચિત્રો સ્પષ્ટ હોવા જોઈએ. શણગાર સ્પષ્ટ રૂપે દ્રશ્યમાન હોવો જોઈએ. તમે તમારા કેમેરા અથવા મોબાઈલ કેમેરા દ્વારા વીડિયો લઈ શકો છો.

Total
0
Shares
Previous Article
aapnucharotar_foodie

આણંદ વિદ્યાનગર રોડ પર ધૂમ મચાવતા શ્રીજી વડાપાવ

Next Article

ચરોતર ના ફેમસ પત્તરવેલી ભજીયા બોરિયાવી આણંદ સમર્થ કોર્નર

Total
0
Share