આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

  • ઉમરેઠનો નાયબ મામલતદાર ACBના છટકામાં 
  • સવા બે લાખની બિલ્ડર પાસે માંગી હતી લાંચ 
  • ACB હવે જયપ્રકાશ સોલંકીનું માપશે ક્ષેત્રફળ  

જમીનના ક્ષેત્રફળના બદલામાં પોતાનું ક્ષેત્રફળ વધારવાના મનસુબા ઘડતો મધ્યગુજરાતના ઉમેરેઠનો નાયબ મામલતદાર નડિયાદ ACBનાં હાથે રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે.હવે ACB એ તપાસમાં લાગી છે કે, કોના-કોના ક્ષેત્રફળ બદલવામાં અગાઉ આ નાયબ મામલતદાર પોતાનું ક્ષેત્રફળ વિસ્તારી ચુક્યો છે.

જમીન ક્ષેત્રફળ સુધારણા માટે માંગી લાંચ 

ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.નડિયાદ ACB એ એક છ્ટકાના રૂપમાં બિલ્ડરને સાથે રાખી નાયબ મામલતદારને ઝડપી લીધો હતો. ઉમરેઠમાં ઈ ધરા ઓફીસ પર નજીકના ભાલેજના એક બિલ્ડર નાયબ મામલતદાર સોલંકી પાસે આવ્યા અને તેમણે હાલમા જ 11 વીઘા જેટલી જમીન ખરીદી હતી. તેમને જમીનના ક્ષેત્રફળમાં કોઈ ખામી જણાતા,સુધારણા દસ્તાવેજના માધ્યમથી વેંચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા જરૂર લાગી હતી.

Total
0
Shares
Previous Article

ટાટા મોટર્સે માઈક્રો SUV TATA Punchની લોન્ચિંગ તારીખ કરી જાહેર, જાણો તમામ વિગત

Next Article

સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

Related Posts
Read More

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો 2017 માં અપક્ષ કાઉન્સિલર પ્રેગ્નેશ પટેલ પર…
Read More

ગંગા એક્રો વૂલ તરફથી ક્રોશેટ ઈન પબ્લિક કોન્ટેસ્ટમાં કોમલ નિરંજનભાઇને ગિફ્ટ હેમ્પર આપવામા આવ્યું

ગંગા એક્રો વૂલ જે વિવિધ પ્રકારના ઊન બનાવે છે તેઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર તાજેતરમાં એક ‘ક્રોશેટ ઈન પબ્લિક’ હરીફાઈ…
Total
0
Share