આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના જાનમાલના નુકસાનની જાણકારી સામે આવી નથી.
આ રાજ્યોમાં પણ ધરા ધ્રુજી
તેની પહેલા રવિવારે પૂર્વીય સિક્કિમમાં રવિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. ભૂકંપ રાતે આઠ વાગીને 39 મિનિટે આવ્યો અને તેના ઝટકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સાથે જ 21 જુલાઇએ લદાખમાં વહેલી સવારે આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બે રાજ્ય રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાજસ્થાનના બીકાનેરમાં રેક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સાથે જ મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.
શું તમે જાણો છો કે ભૂકંપ શા માટે આવે છે ?
પૃથ્વી પર અનેક લેયરમાં બંટી હોય છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટ હોય છે. આ પ્લેટ્સ અંદરોઅંદર ફસાયેલી રહે છે પરંતુ ક્યારેક-ક્યારેક આ પ્લેટ્સ ખસકી જાય છે, જેના કારણે ભૂકંપ આવતો હોય છે. અનેક વખત તેનાથી વધારે કંપન આવતો હોય છે અને તેની તીવ્રતા વધી જાય છે.
ભારતમાં પૃથ્વીની અંદર આંતરિક સ્તરોમાં થનારી ભૌગોલિક હલચલના આધારે કેટલાંક ઝોન નક્કી કરવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર આવી હલચલ વધારે થતી હોય છે તો ક્યાંક ઓછી થતી હોય છે. આ સંભાવનાના આધારે ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવેલ છે, જે જણાવે છે કે ભારતમાં ક્યાં સૌથી વધારે ભૂકંપ આવવાનું જોખમ છે. તેમાં ઝોન-5માં સૌથી વધારે ભૂકંપ આવવાની સંભાવના રહે છે અને 4માં તેનાથી ઓછો અને 3 તેનાથી ઓછો આવે છે.