પબજી (PUBG)ના વિકલ્પ તરીકે રમનારી ઓફલાઇન બેટલ રોયલ ગેમ્સ (Offline Battle Royale Games) ઓછી ફોન મેમરીનો ઉપયોગ કરે છે. આ સિવાય ઇન્ટરનેટની પણ આ માટે તમારે જરૂર નહીં પડે. તો જાણો આ 5 બેસ્ટ ગેમ વિષે.
નોંધનીય છે કે ભારત સરકારે સપ્ટેમ્બર 2020માં પબજીને (PUBG) ભારતમાં બેન કરી છે. ત્યારે આ 5 ગેમ છે તેનો બેસ્ટ ઓપશન જેમાં સૌથી પહેલું નામ આવે છે સ્વૈગ શૂટર– સ્વૈગ શૂટરને ગુજરાતની એક્સ સ્ક્વાડ્સ ગેમ્સે બનાવી છે. આ ગેમ ખાલી એન્ડ્રોઇડ ડિવાઇસેસ પર રમી શકાય છે. આ ગેમ 68 મેગાબાઇટની છે. તેમાં બેટલ રૉયલ ગેમના તમામ ફિસર્સ છે. જેમાં પ્લેયર્સની સ્ટૉમ સર્વાઇવલ અને એનિમી ડિટેક્ટ જેવા સ્પેશ્યલ પાવર પણ છે. જો કે આ માટે પ્લેયરને સ્વેગર ટાઇટલ અનલોક કરવાની જરૂર પડશે. સ્વેગમાં શૂટર થર્ડ પર્સન શૂટર અને ફસ્ટ પર્સન શૂટર ગેમ પ્લેની સુવિધા આપે છે.
સ્કારફાલ- ધ રૉયલ કૉમ્બેટ– સ્કારફાલ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ડિસાઇસેસ પર રમાય છે. આ ગેમ ઓનલાઇન સિવાય ઓફલાઇન પણ રમી શકાય છે. શૂટર તેમાં થર્ડ પર્સન શૂટર અને ફસ્ટ પર્સન શૂટર ગેમ પ્લે તરીકે રમી શકે છે. સાથે જ આ ગેમમાં મોર્ડન વ્હીકલ અને દુશ્મનોથી છૂટકારો મેળવવા માટે હથિયારનો પૂરો ખજાનો હાજર છે. તેને પણ ગુજરાતની એક્સ સ્ક્વાડ્સ ગેમ્સે જ બનાવ્યો છે. આ એપને તમે 10 રૂપિયામાં ખરીદી શકો છો. અને તેની કિંમત 3,000 રૂપિયા સુધી જાય છે.
પીવીપી શૂટિંગ બેટલ 2020 – પીવીપી શૂટિંગ ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં રમાય છે. જો કે તેના ગ્રાફિક પબજી મોબાઇલ જેવા સારા નથી. પણ તેમાં બહુ મેપ આપવામાં આવ્યા છે. જેથી પ્લેયરને દર સપ્તાહ નવી ઓફલાઇન ચેલેન્જ અને મિશન આપવામાં આવે છે. તેમાં પ્લેયરે નવા હથિયાર ખરીદવા અને જૂના હથિયારોને અપટેડ કરવાનો પણ વિકલ્પ છે. આ ગેમ ખાલી 88 મેગાબાઇટની સ્પેસ લે છે. તે એન્ડ્રોઇડ ડિવાઇસેસ પર પણ રમી શકાય છે.
બેટલગ્રાઉન્ડ સર્વાઇવર– બેટલ રોયલ બેટલ રોયલ ગેમ PUBG મોબાઇલ જેવી દેખાય છે. પણ આ ગેમ ખાલી એન્ડ્રોઇડ ફોન માટે ઉપલબ્ધ છે. તેને ઓફલાઇન પણ રમાય છે. આ મોબાઇલ ફેનની સાઇઝ 133 મેગાબાઇટ્સ છે. અને હજી સુધી ગૂગલ પ્લેસ્ટોર પર 1 લાખની વધુ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ ગેમની શરૂઆત પબજીની જેમ પ્લેયર્સ વિમાનથી ઉતરીને બેટલગ્રાઉન્ડમાં પહોંચે છે. તે પછી તેમને ગન્સ અને બીજા હથિયારથી જીવતા રહી શકે છે.
ફ્રી સર્વાઇવલ- ફાયર બેટલગ્રાઉન્ડ ફાયર બેટલગ્રાઉન્ટની પ્લેસ્ટોર પર યુઝર્સે 4.2 સ્ટાર રેટિંગ આપ્યું છે. તેની સાઇઝ ખાલી 34 એમબી છએ. આ ગેમ લો એન્ડ ઇન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સરળતાથી રમી શકાય છે. તેમાં પબજી મોબાઇલ લાઇટ જેવા તમામ ફિસર્ચ હાજર છે. આ ગેમમાં બેટલગ્રાઉન્ડ પહોંચ્યા પછી પ્લેયર્સને મેદાનમાં છૂપાયેલા હથિયાર શોધવાના છે જેથી તે દુશ્મનોથી છૂટકારો મેળવી શકે. આ મશીન ગન્સ, પિસ્ટલ્સ, સ્નાઇપર રાયફલ્સ, શોર્ટગન જેવા અનેક હથિયાર ઉપલબ્ધ છે. આ ગેમમાં એક સ્ટોરી મોડ પણ છે.