ઇતિહાસમાં પહેલીવાર 12 કોમર્સનું 100% પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે.

GSEB 12th commerce result: આજે ગુજરાતમાં (Gujarat) ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું (GSEB 12th commerce result) ઓનલાઇન પરિણામ ( GSEB HSC Result) જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. એટલે આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે 8 કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી આપશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

નોંધનીય છે કે, પરિણામ બનાવવા માટે ધોરણ 10ના પરિણામના 50 %, 11માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્ક લેવાયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થીઓ અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Paytm 35 હજાર રૂપિયાની સેલેરી પર 20 હજાર અંડરગ્રેજ્યુએટ્સને કરશે હાયર, જાણો કેવી રીતે કરશો અરજી

Next Article

ઓડિશા ના પુરી શહેર મા આવેલા જગન્નાથ મંદિર ના ચમત્કારો તથા રહસ્યો

Related Posts
Read More

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશન પરિવર્તિત થયું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માટે આગામી પાંચ દિવસ…
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Read More

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ…
Total
0
Share