Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.
દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ જગ્યાએ આવવા જવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવ્યાંગ વ્યક્તિઓની પરેશાની ધ્યાનમાં રાખીને તાજેતરમાં ઈન્વેશન કરવામાં આવ્યું છે. Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે આ ટ્રાઈ સાયકલને આરામદાયક અને સ્વસંચાલિત બનાવે છે. આ ટ્રાઈ સાયકલ (electric tricycle) થી દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંય પણ આવવા જવાની પરેશાની નહીં થાય. આનંદ મહિન્દ્રાને આ ઈન્વેશન ખૂબ ગમ્યું છે.
Anand Mahindraએ શું નિવેદન આપ્યું-
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિડીયો કેટલા સમય પહેલાનો છે અને આ વ્યક્તિઓ કોણ છે તે અંગે કંઈ જ ખબર નથી. આ વિડીયો સિગ્નલ એપ પરથી પ્રાપ્ત થયો છે. આ વિચાર ખૂબ જ સારો અને એક સારુ ઈન્વેશન છે. વિકલાંગ વ્યક્તિઓને આ ટ્રાઈ સાયકલથી ખૂબ જ સહાય થશે. આ ઈન્વેશન સમર્થનને યોગ્ય છે અને આ અંગે મદદ કરીને મને ખૂબ જ ખુશી થશે.
Anand Mahindraએ મદદનું આશ્વાસન આપ્યું
ટ્રાઈ સાયકલના ઈન્વેશનના આ વિડીયો અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આનંદ મહિન્દ્રાએ આ ટ્રાઈ સાયકલનું ઈન્વેશન કરવા માટે મદદનું આશ્વાસન આપ્યું છે. આ ટ્રાઈ સાયકલનું નિર્માણ કરનાર વ્યક્તિ ક્યારે સામે આવે છે, તે જોવાનું રહેશે.
ટ્વિટ પર રિએક્શન
આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને 1 હજારથી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યું છે અને 9 હજારથી અધિક લાઈક્સ મળી છે. આનંદ મહિન્દ્રાને કેટલાક યૂઝર્સે વિકલાંગ લોકો માટે સ્કૂટર બનાવવાની ડિમાન્ડ કરી છે.