હોન્ડા એક્ટિવા કંપનીએ બંને મોડલમાં 109.51cc, સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન હોન્ડા એક્ટિવા 6G માં 8,000rpm પર 7.68hp પાવર જનરેટ કરે છે.
હોન્ડા મોટરસાયકલ (Honda Activa) અને સ્કૂટર ઇન્ડિયાએ (Activa India) ભારતમાં ઓક્ટોબર મહિનામાં તેની લોકપ્રિય સ્કૂટી હોન્ડા એક્ટિવાના નવા વેરિઅન્ટને લોન્ચ કરશે. ચાલો જાણી લો આ અંગે વધુ માહિતી મેળવીએ. દિલ્હીનાં RTOમાં ફાઈલ કરવામાં આવેલા ટાઈપ અપ્રૂવલ ડોક્યૂમેન્ટ્સથી આ સમાચારનો ખુલાસો થયો છે. કંપની હોન્ડા એક્ટિવા 6G બે નવા વેરિઅન્ટ સાથે લોન્ચ કરશે જ્યારે હોન્ડા એક્ટિવા ડિઓ 4 નવા વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. જેથી અમે તમને હોન્ડાના બંને વેરિઅન્ટના ફીચર્સ, કિંમત અને ઉપલબ્ધતા વિશે જણાવીશું.
એક્ટિવાનું એન્જિન- કંપનીએ બંને મોડલમાં 109.51cc, સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન હોન્ડા એક્ટિવા 6G માં 8,000rpm પર 7.68hp પાવર જનરેટ કરે છે. આ સિવાય આ એન્જિન 5,250rpm પર 8.79Nm ટોર્ક જનરેટ કરે છે. સાથએ જ હોન્ડા એક્ટિવા ડીઓમાં, આ એન્જિન 8,000rpm પર 7.65hp પાવર અને 4,750rpm પર 9Nm ટોર્ક જનરેટ કરે છે.
હોન્ડા એક્ટિવા 6G- ફાઇલ કરાયેલ ટાઈપ અપ્રૂવલ ડોક્યૂમેન્ટ મુજબ, એક્ટિવા માર્કેટમાં એક્ટિવા 6 જી અને એક્ટિવા 6 જી એલઇડી વેરિઅન્ટ સાથે બજારમાં આવશે. એક્ટિવા 6 જી એલઇડી વેરિઅન્ટ ઓલ એલઇડી સેટઅપ સાથે બજારમાં આવી શકે છે. આ સિવાય કંપની આ વેરિઅન્ટ્સ સાથે એલોય વ્હીલ્સ જેવા ફ્રેશ ફીચર્સ પણ આપી શકે છે, જે હાલમાં માત્ર સ્ટીલ વ્હીલ્સ સાથે એક્ટિવા 6G સાથે ઉપલબ્ધ છે.
હોન્ડા એક્ટિવા Dio- બીજી બાજુ એક્ટિવા ડિઓ ચાર વેરિઅન્ટ સાથે બજારમાં આવશે. ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે એવું સામે આવ્યું છે કે એક્ટિવા ડિઓના વેરિઅન્ટ્સ કોમ્પોઝિટ કાસ્ટ વ્હીલ્સ, ડિજિટલ સ્પીડોમીટર, કોમ્પોઝિટ કાસ્ટ વ્હીલ્સ અને 3 ડી એમ્બલેમ, ડિજિટલ સ્પીડોમીટર અને 3 ડી એમ્બલેમ હશે. હાલ હોન્ડાની રિસ્પોન્સિવ હોન્ડા એડિશન એકમાત્ર વેરિઅન્ટ છે જેમાં કંપનીએ એલોય વ્હીલ્સ આપ્યા છે.
ક્યારે લોન્ચ થશે- કંપની ઓક્ટોબર 2021ની શરૂઆતમાં કંપનીના નવા વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે, જે ભારતમાં તહેવારોની સીઝન પહેલાનો સમય માનવામાં આવે છે. લોન્ચિંગના દિવસે આ વેરિઅન્ટ્સ વિશે વધુ વિગતો સામે આવશે.