કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય

કાબુલ : તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. આજે ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિક કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરૂવારે સાંજે બ્લાસ્ટ થયો. રશિયન મીડિયા મુજબ આ વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા છે જ્યારે 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં ત્રણ અમેરિકન સૈનિક પણ સામેલ છે. ઘટના પછી એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું છે.

કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે જેઓ કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર હાજર છે તેઓ તાત્કાલિક ત્યાંથી હટી જાય અને આગામી સુચનાની રાહ જુએ. તો બ્રિટને પણ આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે. કાબુલમાં થયેલા સીરિયલ બ્લાસ્ટને લઇને અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ન જવાની સૂચના આપી છે. દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે લોકો કાબુલ એરપોર્ટ પાસે જતાં બચે.

Total
0
Shares
Previous Article

જન્માષ્ટમી અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

Next Article

ભારતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં 46,759 નવા કેસ, 509 મોત

Related Posts
Read More

અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

જેમ જેમ આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેવી જ રીતે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો…
Read More

કોવિડ-19 : ભારતે એક દિવસમાં 1 કરોડથી વધારે વેક્સીનેશનનો બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

COVID-19 vaccinations- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી…
Read More

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Total
0
Share