COVID-19 vaccinations- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી વધારે વેક્સીન ડોઝ ઉપલબ્ધ છે
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ (India Corona Cases)સામે વેક્સીનેશનનો (CoronaVaccine) આંકડો એક કરોડને પાર પહોંચી ગયો છે. વેક્સીનેશન અંતર્ગત આ અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી મોટો રેકોર્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતે શુક્રવારે કોવિડ-19 વેક્સીનના એક કરોડથી વધારે ડોઝ (1 crore COVID-19 vaccinations)આપ્યા છે, જે એક દિવસમાં સૌથી વધારે સંખ્યા છે.
રેકોર્ડ વેક્સીનેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પોતાની ખુશી વ્યક્ત કરતા ટિકાકરણ અભિયાન સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે આજે રેકોર્ડ વેક્સીનેશન નંબર. 1 કરોડને પાર કરવી એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. ટિકાકરણ કરાવનાર અને ટિકાકરણ અભિયાનને સફળ બનાવનારને અભિનંદન.
આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કર્યું અને રેકોર્ડ ટિકાકરણને સ્વાસ્થ્યકર્મીઓના અથાક પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે. તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ…આ એ જ પ્રયત્ન છે જેણે દેશમાં 1 દિવસમાં 1 કરોડથી વધારે વેક્સીન લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. સ્વાસ્થ્યકર્મીઓનો અથાક પરિશ્રમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો #SabkoVaccineMuftVaccine નો દ્રઢ સંકલ્પ રંગ લાવી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી વધારે વેક્સીન ડોઝ ઉપલબ્ધ છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધી 58.86 કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના કેસની વાત કરવામાં આવે તો દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા (India Corona Cases) 40 હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં 5100થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એકંદરે કાબૂમાં છે. અહીં એક દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે.