ગંગા એક્રો વૂલ તરફથી ક્રોશેટ ઈન પબ્લિક કોન્ટેસ્ટમાં કોમલ નિરંજનભાઇને ગિફ્ટ હેમ્પર આપવામા આવ્યું

ગંગા એક્રો વૂલ જે વિવિધ પ્રકારના ઊન બનાવે છે તેઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર તાજેતરમાં એક ‘ક્રોશેટ ઈન પબ્લિક’ હરીફાઈ આયોજિત કરી. તેમાં કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકે.આ હરીફાઈ માં 300 મહિલા અને બાળકો એ ભાગ લીધો હતો. એમાંથી 30 વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં.
ગુજરાતમાંથી કોમલ નિરંજનભાઇ પટેલને વિજેતા ઘોષિત કર્યા. કોમલ નિરંજનભાઇ પટેલ હંમેશા નોકરી પર આવવા જવાનાં સમયમાં ટ્રેનમાં ક્રોશેટ કરતા હોય છે તેનો ફોટો મોકલ્યો હતો અને તેમાં તેમની પસંદગી થઈ. તમામ વિજેતાને ગંગા વૂલ એક્રો તરફથી વૂલ અને સર્ટિફિકેટ આપવામા આવ્યાં.ગંગા વૂલ એક્રોએ નવી વેરાયટી બ્લેન્કી, ક્રિપટૉ અને જીન્સ ઊન બનાવ્યા છે તેં ઊન આપવામા આવ્યાં. આ કોરોનાનાં સમયમાં ગંગા વૂલ એક્રો દ્રારા આવી હરીફાઈ આયોજિત કરી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં તે માટે કોમલ નિરંજનભાઇ પટેલ ગંગા વૂલ એક્રોનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે અને
ભવિષ્યમાં આવી હરીફાઈ નું આયોજન કરતા રહે અને બધી બહેનો ભાગ લે એવી આશા રાખીયે છીએ.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Breeze through 17 locations in Europe in this breathtaking video

Next Article

ચરોતરમાં વિશ્વ યોગ દિવસ 2021ની ઠેર ઠેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

Related Posts
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Read More

જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું

ટેક્નોલોજી આધારીત ખેતી , વિજળીના થાંભલા પર કરંટ ડિટેક્ટ કરતું ડિવાઈસ અને રીમોટ મોનિટરીંગના આઈડિયાઝને ટોપ-3માં સ્થાન મળ્યું…
Read More

આણંદને મળી અમૂલ્ય ભેટ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા…
Total
0
Share