સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં (Heavy rainfall in Saurashtra) મેધમહેરની સ્થિતિ મેઘકહેરમાં પરિવર્તિત થઇ છે. ત્યારે હવામાન વિભાગે (weather forecast) 15મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની (Red alert in Saurashtra) ચેતવણી આપવામાં આવી છે. આ સાથે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં (Gujarat monsoon forecast) મૂશળધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. હાલ લૉ પ્રેશર સિસ્ટમ (Low pressure system) સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ઓડીશા (Odisha) પર સ્થિર છે પરંતુ તે ગુજરાત તરફ આવશે, જેનાથી સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
આજ ે આ શહેરોમાં પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ આગાહી કરતા જણાવ્યું છે કે, આ ભાદરવો ભરપૂર રહેશે. હજી 22મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં તારીખ 13થી 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી, સૌથી વધુ જામનગર જિલ્લો અસરગ્રસ્ત બન્યો છે. ખેતીની જમીનનું થયેલું ધોવાણ ખેડૂતો માટે પડકારરૂપ બન્યું છે, 100થી વધુ પશુઓનાં મોત થયા હતા તો 4700 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.