સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે.
રાજ્યના સૌરાષ્ટ્રમાં (rain in Saurashtra) સાંબેલાધાર વરસાદ વરસતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના (Saurashtra weather) દ્રશ્યો સર્જાયા હતા. ગત 24 કલાકમાં રાજ્યનાં (Guajrat rain) 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં (lodhika rainfall) 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 15.5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે 83 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. રવિવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં થઇ હતી.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગઇકાલે ચાર વાગ્યા સુધી લોધિકા તાલુકામાં સરેરાશ 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે લોધિકા તાલુકાનુ દેવગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. દેવ ગામના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે. તો સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુશળધાર વરસાદના પગલે દેવ ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે બારે મેઘ ખાંગા થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે 15 સ્ટેટ હાઇવે, 1 નેશનલ હાઇવે અને પંચાયત હસ્તકના 130 એમ કુલ 146 માર્ગ વાહનવ્યવાહર માટે બંધ થયા છે. જેમા મુખ્યત્વે જામનગર-રાજકોટ જિલ્લાના માર્ગના વાહનવ્યવહારને અસર થઇ છે. હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ સુધી 21.31 ઈંચ સાથે મોસમનો 64.44% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.