જલ્દી આવશે નાકથી અપાતી કોરોના રસી, ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી બીજા ટ્રાયલની મંજૂરી

ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલ કોરોના સામેની નાકથી આપવામાં આવતી પ્રથમ વેક્સિનને બીજા તબક્કાનું પરિક્ષણ કરવાની મંજૂરી મળી ગઇ છે તેમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલાજી એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રથમ તબક્કાનું પરિક્ષણ 18 થી 60 વર્ષની ઉંમરવાળા લોકો પર કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કાનું પરીક્ષણ 18થી 20 વર્ષની ઉંમરના લોકો પર કરવામાં આવ્યું હતું

ડીબીટીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ભારત બાયોટેકની નાકથી આપવામાં આવતી વેક્સિનના બીજા તબક્કાના પરિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અગાઉ જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર નાકથી અપાતી વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત આવા પ્રકારની વેક્સિનના પરિક્ષણને મંજૂરી આપવામાં આવી છે.

બીબીવી 154 દેશની નાકથી અપાતી પ્રથમ વેક્સિન

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ તબક્કાનું પરિક્ષણ સફળ રહ્યું છે અને પરિક્ષણમાં ભાગ લેનારા કોઇનામાં પણ વેક્સિન લીધા પછી કોઇ આડઅસર જોવા મળી નથી. ત્રીજા આત્મનિર્ભર પેકેજ હેઠળ મિશન કોવિડ સુરક્ષા મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારત બાયોટેકની બીબીવી154 વેક્સીન દેશની પ્રથમ નાકથી આપવામાં આવતી વેક્સિન છે.

Total
0
Shares
Previous Article

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

Next Article

ગુજકેટ આન્સર કી જાહેરઃ ફીઝિક્સ અને કેમેસ્ટ્રીમા આટલા માર્કસનું ગ્રેસિંગ, જો કોઈ વાંધો હોય તો વિદ્યાર્થી આ રીતે કરી શકે છે રજૂઆત

Related Posts
Read More

મુકેશ અંબાણીનાં ઘરમાં છે એક ખાસ રૂમ, જે યુરોપનાં બર્ફીલા પર્વતીય ક્ષેત્રોનો અહેસાસ કરાવે છે, જુઓ ફોટોઝ

  રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણી પોતાની અમીરી થી ભારત અને એશિયા નહીં પરંતુ દુનિયાનાં ધનિકોનાં લિસ્ટમાં આવે છે.…
Total
0
Share