જીઓ બાદ BSNL એ ઉડાડી અન્ય કંપનીઓની ઊંઘ, કરોડો ગ્રાહકો પોર્ટીબિલિટી દ્વારા BSNL માં જોડાયાં

જીઓ બાદ હવે BSNL એ અન્ય કંપનીઓની ઊંઘ ઉડાડી નાખી છે. BSNL એ ૩૬ રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યા બાદ કરોડો ગ્રાહકો નંબર પોર્ટીબિલિટી દ્વારા BSNL માં જોડાયા છે. જેના લીધે પરિસ્થિતિ અત્યારે એવી છે કે BSNL ની કોઈપણ ઓફિસમાં અત્યારે BSNL ના કાર્ડ મળવા મુશ્કેલ બની ગયા છે. દર મહિને રીચાર્જ કરાવવાની ઝંઝટ ના લીધે લોકો હવે પોતાનો નંબર BSNL માં ટ્રાન્સફર કરી રહ્યા છે.

જીઓના આગમન બાદ ઘણી ટેલિકોમ કંપનીઓ બંધ થઈ ચુકી છે. જેમાં રિલાયન્સ જેવી મોટી કંપની પણ શામેલ છે. અત્યારે જીઓ સામે ફક્ત આઈડિયા, એરટેલ, વોડાફોન અને BSNL જેવી મોટી કંપની ઝઝુમી રહી છે. જીઓ સામે ટકી રહેવા માટે આઈડિયા, એરટેલ અને વોડાફોન લોકોના ખિસ્સા ખંખેરવાનું ચાલુ કર્યું છે. આ ત્રણેય કંપનીઓએ ગ્રાહકોને દર મહિને ૩૫ રૂપિયા વાળું રીચાર્જ કરાવવું ફરજિયાત કરી નાખ્યું છે. તેની સામે BSNL એ ૩૬ રૂપિયામાં ૬ મહિનાની વેલીડીટી વાળો પ્લાન લોન્ચ કરીને ફરીથી અન્ય કંપનીઓની ઊંઘ ઉડાડી નાખી છે.

BSNL ના એક અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કરોડો લોકો આઈડિયા, એરટેલ અને વોડાફોન માંથી નંબર પોર્ટીબિલિટી દ્વારા BSNL માં જોડાયા છે. જેના કારણે BSNL ના કાર્ડ મળવા મુશ્કેલ બની ગયા છે. અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે અન્ય કંપનીઓની મનમાની ના લીધે જે લોકો પોતાનો જૂનો નંબર બંધ કરવા નથી માંગતા અને નંબર નો વપરાશ ઓછો હોય તે લોકો હવે પોર્ટીબિલિટી દ્વારા જીઓ અથવા તો BSNL માં પોતાનો નંબર ટ્રાન્સફર કરી રહ્યા છે. જેને લઇને હવે આઈડિયા, એરટેલ અને વોડાફોન ની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે..

જીઓ સામે આ કંપનીઓ ઝઝુમી રહી હતી ત્યાં ફરી BSNL એ સૌથી સસ્તો પ્લાન લોન્ચ કરીને આ ત્રણેય કંપનીઓ ને દોડતી કરી નાખી છે. મળતી માહિતી મુજબ જીઓ ટુંક સમયમાં જ 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જીઓ અત્યારે 5G નું પરીક્ષણ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જીઓ 5G લોન્ચ કરશે ત્યારે બીજી કંપનીઓ કંઇ રીતે તેને ટક્કર આપશે.

 

 

Total
0
Shares
Leave a Reply
Next Article

નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

Related Posts
Read More

Smart Glasses / Facebookએ લોન્ચ કર્યા પહેલા Smart ચશ્મા, ચોરી-છીપે કરી શકશો Video રેકોર્ડિંગ; જાણો કિંમત અને ફીચર્સ

Facebook અને Ray-Banએ સાથે મળીને તેના પ્રથમ સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે જેને પ્રથમ રે-બેન સ્ટોરીઝ(Ray-Ban Stories) કહેવામાં આવે છે.…
Read More

વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

વોટસએપ દરરોજ નવાં નવાં અપડેટસ લાવી રહ્યાં છે. જમાનાં પ્રમાણે દરેક ઉપભોક્તા વોટસએપનાં નવાં નવાં અપડેટ્સને આવકારી રહ્યાં…
Total
0
Share