ડાંગનો ‘વન દેવીનો નેકલેસ’ જોયો છે? તસવીરો જોઇને ચોક્કસ આ વીકએન્ડમાં જવાનો બનાવી દેશો પ્લાન

ડાંગ: જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરા નદી (Gira River, Dang) ઉપર આવેલો ગિરમાળનો ધોધ (Girmal Waterfall) અને વન દેવીનો નેકલેસ (Vandevi necklace) એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક ચોમાસાની (Monsoon travel places in Dang) ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠયા છે. કુદરતે અહીં છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. જે ચોમાસામાં મનમોહક બની જાય છે. જેના કારણે આ ઋતુ દરમ્યાન અસંખ્ય પ્રવાસીઓ આ સુંદરતાને માણવા ઉમટી પડે છે.

ડાંગ જિલ્લામાં ચોમાસું વરસાદ થતાં જ જિલ્લાની ચારેય નદીઓ સક્રિય બને છે. આ નદીઓમાં વહેતાં ઝરણાંઓ આકર્ષકનું કેન્દ્ર બને છે. સાથે જ ભારે વરસાદનાં કારણે જિલ્લાનાં અનેક ધોધ સક્રિય બને છે. નાનાં જળ ધોધની સાથે અહીં વઘઇ નજીક આવેલ અંબિકા નદીનો ગીરા ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ધોધ તરીકે ઓળખાય છે. પરંતુ આ સિવાય પણ ડાંગમાં ગીરા નદી ઉપર ગીરમાળ ધોધ આવેલ છે જે ગીરા ધોધથી પણ ઓળખાય છે.

આ ધોધ સુબિર વિસ્તારનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ડાંગ જિલ્લાનો સૌથી ઉંચામાં ઉંચો ધોધમાં ગિરમાળનાં ગીરાધોધનો સમાવેશ થાય છે. ડાંગ ઉપરાંત ગુજરાતનાં સૌથી ઉંચા ધોધમાં ગીર માળ ધોધનો સમાવેશ થાય છે. આ ધોધ આશરે 300 ફૂટ ઊંચેથી પડે છે. ચોમાસાની ઋતુ દરમ્યાન ગીરા નદીનાં પાણીની આવક સાથે ગિરમાળનો ધોધ સક્રિય બને છે. ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણુ બનાવે છે.

જ્યારે ગિરમાળ ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલ અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીનો નેકલેસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ દરમ્યાન નદીનાં યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે. આ લીલી વનકન્દ્રાઓને ગીરા નદીનો પાણીથી ભરેલો યુટર્ન આકાર આભૂષણ તરીકે નેકલેશની ગરજ સારતા આ સ્થળ વનદેવીનાં નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવે છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Balasinor Dinosaur Museum, Mahisagar

Next Article

Pixel 6 અને Pixel 6 Pro આવશે નવી ડિઝાઈનમાં, સાથે જ હશે In-House Tensor SoC, જાણો ડિટેલ્સ

Related Posts
Read More

અમદાવાદથી 7 કલાકના અંતરે આવેલું છે ‘સ્વર્ગ’, ચોમાસામાં ફરવા જવા માટે આનાથી બેસ્ટ કોઈ પ્લેસ નહીં

ચોમાસામાં ફરવા માટે ગુજરાતમાં આ જગ્યા છે બેસ્ટ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ફરવા જવા માટે બેસ્ટ જગ્યા  પ્રકૃતિ સોળે…
Total
0
Share