કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે.
દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના ખંભાળીયાના વતની 21 વર્ષીય કૃપા બુહેચા (Krupa Buhecha) હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમણે તાજેતરમાં નેપાળ (Nepal) ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની (traditional youth games and sports) 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવવામાં સફળતા મળી છે. જેનાથી આખા પંથકમાં ખુશીનો માહોલ છે. કૃપાનું લોકોએ ભાવભીનું સ્વાગત કર્યુ હતું. નોંધનીય છે કે, કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે.
નેપાળ ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં 5 દેશ વચ્ચે સ્પર્ધા હતી. જેમાં 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી પરત ફર્યા બાદ ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે જ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ ABVPના કાર્યકરો સહિત પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દીકરી એ ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં પણ ખ્યાતિ મેળવનાર કૃપા બેન દ્વારા તેમના આટલા ઉષ્માભર્યા સ્વાગતનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, 1500 મીટરની દોડમાં 5 મિનિટ અને 13 સેકન્ડના ટાઇમિંગ સાથે પ્રથમ ક્રમાંક મેળવી દુનિયાભરમાં ભારત દેશ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેના કારણે ગામ લોકોએ ફુલહાર પહેરાવી અને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
કૃપાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મારી નેપાળ ખાતે યોજાયેલી ચોથી ટ્રેડિશનલ યુથ ગેમ્સ અને સ્પોર્ટ્સની 1500 મીટર દોડમાં પસંદગી થઇ હતી. મેં પાંચ દેશોના સ્પર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મને ઘણી જ ખુશીનો અનુભવ થઇ રહ્યો છે. મેં મારી દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં પૂરી કરી હતી.