બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશન પરિવર્તિત થયું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાત માટે આગામી પાંચ દિવસ (Gujarat heavy rain forecast) ભારે રહેશે. બંગાળની ખાડીમાં જે વાવાઝોડું (Gulab cyclone) સર્જાયું હતું તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે થોડી કલાકોમાં જ વેલ માર્ક લો પ્રેશર સક્રિય થશે. જેના પગલે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ (Gujarat rainy atmosphere) યથાવત રહેશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ વરસાદ થયાવત રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ દિવસોમાં રાજ્યના તમામ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારેથી અતિભારે વરસાદ (Heavy to Heavy rain forecast) પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે 28મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલા બુલેટિન પ્રમાણે આજથી ચાર દિવસ સુધી રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જે બાદમાં પાંચમાં દિવસે વરસાદ વિરામ લઈ શકે છે.

દિવસ પ્રમાણે આગાહી:

28-09-2021: દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, નવસારી, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકો, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

29-09-2021: વલસાડ, દમણ, દાદાર નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, આણંદ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્થમાં ભારે વસાદ પડી શકે છે.

30-09-2021: સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરુચ અને સુરત, સૌરાષ્ટ્રના રાજકોટ, જમાનગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

પાંચ દિવસ વરસાદની આગાહી.

01-10-2021: સૌરાષ્ટ્ર અને કચ્છના દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

02-10-2021: આ દિવસે રાજ્યમાં ક્યાંક નોંધપાત્ર વરસાદ નહીં પડે.

Total
0
Shares
Previous Article

સૂર્યવંશી, 83, જર્સી અને આદિપુરુષ સહીતની ફિલ્મો રિલીઝ થવા તૈયાર, આવું છે બોલિવૂડનું રિલીઝ કેલેન્ડર

Next Article

દરરોજ 2થી 3 કિવી ખાવાથી થતાં ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, અનેક રોગમાં આપે છે રાહત

Related Posts
Read More

Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

મુકેશ અંબાણી 92.7 બિલિયન નેટ વર્થ સાથે શિખર પર, બીજા સ્થાને ગૌતમ અદાણી, જાણો સમગ્ર યાદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના…
Read More

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે. ભારે વરસાદને કારણે અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની જગ્યામાં…
Read More

સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે…
Total
0
Share