બહાર જેવા જ સ્વાદિષ્ટ સમોસા બનાવો હવે તમારા ઘરે

સમોસાનું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. સમોસા નો સ્વાદ તેમાં રહેલ મસાલામાં હોય છે. જો સમોસાનો મસાલો જ સ્વાદિષ્ટ ના હોય તોy સમોસા માં ટેસ્ટ નથી આવતો. ઘણીવાર લોકો ઘરે જ બહાર જેવા ટેસ્ટી સમોસા બનાવવા જ માંગતા હોય છે પરંતુ બહાર જેવો ટેસ્ટ નથી આવતો તેનું કારણ હોય છે ટેસ્ટી મસાલો. જો તમે બહાર જેવા જ ટેસ્ટી સમોસા તમારા ઘરે જ બનાવવા માંગતા હોય તો આ ટિપ્સ સાથે બનાવો ટેસ્ટી મસાલો.

જરૂરી સામગ્રી : ૪ બાફેલા બટાકા, બાફેલા લીલા વટાણા અડધો કપ, જીરુ અડધી ચમચી, કાધાણાના બીજ અડધી ચમચી, સમારેલા ૨ ઝીણા લીલા મરચા,  આદુનુ પેસ્ટ ૧ ચમચી, અડધી ચમચી લાલ મરચુ, ૧ ચમચી આમચૂર, અડધી ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ધાણાજીરુ, ૧ ચમચી વરિયાળી, ઝીણા સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા ધાણા, સ્વાદમુજબ મીઠુ અને તળવા માટે તેલ.

બનાવવાની રીત

બાફેલા બટાકાને છોલીને મિક્ષ કરી દો. ધીમા તાપે કઢાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમા જીરુ, સુકા ધાણાના બીજ, આદુ મરચાનું પેસ્ટ નાખીને ફ્રાય કરો. ત્યારપછી કઢાઈમાં બાફેલા લીલા વટાણા, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, ધાણા જીરુ અને આમચૂર નાખીને મિક્સ કરીને 2 મિનિટ સુધી ફાય કરો.

હવે મેદાના લૂઆ બનાવીને તેને ગોલ વણીને પૂરી બનાવો. ત્યારબાદ ચપ્પુથી પુરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. અડધી પૂરીના ઉપરના ભાગમાં આંગળીઓ વડે પાણી લગાવો અને તેનો કોન બનાવી લો. કોન બનાવ્યા પછી તેમા સમોસાનુ ભરાવન ભરો.  કિનારા પર પાણી લગાવીને કોન બંધ કરો.  એક કઢાઈમાં ૩ મોટા ચમચા તેલ ગરમ કરો અને ધીમા તાપ પર સમોસાને હલકા બ્રાઉન થતા તળી લો. ગરમા ગરમ સમોસા સર્વ કરો.

Total
0
Shares
Leave a Reply
Previous Article

પનીર અસલી કે ભેળસેળ વાળું ફક્ત 2 મિનિટમાં તપાસો અને પોતાના સ્વસ્થ ને બચાવો – જરૂર વાંચો

Next Article

મુકેશ અંબાણીનાં ઘરમાં છે એક ખાસ રૂમ, જે યુરોપનાં બર્ફીલા પર્વતીય ક્ષેત્રોનો અહેસાસ કરાવે છે, જુઓ ફોટોઝ

Related Posts
Read More

જે ટાટા કારની ખૂબ આતુરતાથી જોવાતી હતી રાહ આખરે તે , 4 ઓગસ્ટે થઈ રહી છે લોન્ચ…

ટાટા મોટર્સ તેની અપડેટ થયેલ કોમ્પેક્ટ ક્રોસઓવર ટિયાગો એનઆરજીના લોન્ચિંગનું કામ ચાલુ છે. હવે ખાતરી થઈ ગઈ છે…
Read More

રાજકોટ: અનોખી Eco friendly Rakhi આવી બજારમાં, કુંડામાં માટી સાથે વાવતા ઊગી નીકળશે તુલસીનો છોડ

ઇકોફ્રેન્ડલી રાખડીને કુંડામાં વાવવાથી તૈયાર થશે તુલસીના છોડ. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસને નારિયેળી પૂનમ તેમજ ભાઈ બહેનના પવિત્ર…
Total
0
Share