ગુગલ દ્વારા એક એવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કે જેથી કોઈપણ વ્યક્તિનો જો મોબાઈલ ખોવાઈ જાય છે અને તેના મોબાઈલ માં જો અગત્યના ડેટા હોય તો જે વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ ગયો છે એ બીજા કોઈપણ મોબાઈલમાંથી ફક્ત એક ક્લિક કરી ને પોતાનો બધો જ ડેટા ખોવાઈ ગયેલ મોબાઈલ માંથી ડિલીટ કરી શકે છે. તેના માટે ફક્ત જરૂરી છે કે જે મોબાઈલ ખોવાઈ ગયો છે તેમાં જે ઇ મેલ એડ્રેસ છે તેનો ફક્ત આઈ ડી અને પાસવર્ડ યાદ હોવો જરૂરી છે. જો તમને એ યાદ છે તો તમે ખોવાઈ ગયેલ મોબાઈલ માંથી તમારો પર્સનલ બધો જ ડેટા ફક્ત એક ક્લિક પર ડિલીટ કરી શકો છો. તમે જ્યારે એવું કરો છો ત્યારે તમારો ખોવાઈ ગયેલ મોબાઈલ માંથી બધું જ ડિલીટ થઈ જશે.
ઘણીવાર મોબાઈલ ખોવાઈ ગયા બાદ લોકો ને તેમાં રહેલા અગત્યના ડેટા ની હંમેશા ચિંતા રહેતી હોય છે. ઘણીવાર લોકો પોતાના મોબાઈલમાં બેંકની અગત્યની ડીટેલ રાખતા હોય છે. જેના લીધે જ્યારે મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય છે ત્યારે તેના મોબાઈલમાં રહેલી તેની ડીટેલ મિસ યુઝ ના થાય તે માટે ઘણીવાર લોકો પોલીસ ફરિયાદ પણ કરતા હોય છે. પરંતુ હવે લોકો ફક્ત એક એપ્લિકેશન થી એક ક્લિક થી જ પોતાનો બધો જ ડેટા ડિલીટ કરી શકે છે.
આ એપ્લિકેશન નું નામ છે Google Find My Device. સૌથી પહેલા આ એપ્લિકેશન તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તેને ઓપન કરી ને તેમાં તમારું એ ઈમેઈલ એડ્રેસ નાખો જે તમારા ખોવાઈ ગયેલ મોબાઈલમાં હતું. ત્યારબાદ ગુગલ તમને તમારા ઇમેઇલ એડ્રેસ નો પાસવર્ડ પુછશે. પાસવર્ડ નાખી દીધા બાદ તમને ડાયરેક્ટ તમારો ખોવાઈ ગયેલ મોબાઈલનો મોડેલ નંબર અને હાલમાં તમારો મોબાઈલ ક્યાં વિસ્તારમાં છે તે બતાવશે અને નીચે Erase Device નામનું ઓપ્શન બતાવશે. પહેલા તમારો ખોવાઈ ગયેલ મોબાઈલ સેલેક્ટ કરી લો ત્યારબાદ નીચે આપવામાં આવેલ Erase Device પર ક્લિક કરો.
આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારો જે મોબાઈલ ખોવાઈ ગયો છે તે મોબાઈલ રીસ્ટાર્ટ થઈ જશે અને સાથે સાથે તેમાં રહેલા બધા જ ડેટા ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તમારો મોબાઈલ તમે જ્યારે દુકાનમાંથી ખરીદેલ હોય એ રીતે નવો થઈ જશે. તેમાં તમારી એક ફાઈલ પણ રહેશે નહિ. ગુગલ ની આ એપ્લિકેશન સિવાય પણ ઘણી બધી આવી એપ્લિકેશન આવે છે પરંતુ તેમાં તમારા ડેટા ચોરાવા નું રિસ્ક રહે છે એટલે જો તમે આ એપ્લિકેશન યુઝ કરવા માંગો છો તો તમારા માટે આ ગુગલ ની એપ્લિકેશન જ સારી રહેશે.