રાજકોટ: અનોખી Eco friendly Rakhi આવી બજારમાં, કુંડામાં માટી સાથે વાવતા ઊગી નીકળશે તુલસીનો છોડ

ઇકોફ્રેન્ડલી રાખડીને કુંડામાં વાવવાથી તૈયાર થશે તુલસીના છોડ.

શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસને નારિયેળી પૂનમ તેમજ ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓ બનાવાતી એક મહિલાએ બનાવી છે. ઇકોફ્રેન્ડલી રાખડી જે રાખડીનો ઉપયોગ પૂર્ણ થતા તેમાંથી તૈયાર થશે તુલસીના છોડ.

આપણે ત્યા સામાન્યતઃ એવું જોવા મળે છે કે, રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા પછી આપણે ત્યાં રાખડીને કુંડામાં કોઈ પવિત્ર છોડ ની પાસે અથવા તો પીપળાના ઝાડ પાસે મૂકી દેવામાં આવે છે. તો કેટલાક લોકો રાખડીને વહેતા જળમાં પધરાવી દેતા હોય છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા પછી પણ રાખડી કાયમી પોતાના ઘરમાં જ સચવાઈ શકે તે માટે બનાવવામાં આવી છે એક અનોખી ઇકો ફ્રેન્ડલી રાખડી. જે રાખડી બનાવવામાં આવી છે તુલસીના બીજ માંથી.

તુલસીના બીજ માંથી પેપર બનાવવામાં આવ્યા છે. જેપર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવે તે માટે તેને અવનવી ડિઝાઇન માં પરિવર્તિત પણ કરવામાં આવ્યા છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ રાખડી માં રહેલા પેપરને કુંડામાં માટી સાથે વાવી દેવાથી તેમાંથી ઊગી નીકળશે તુલસીનો છોડ.

દીપ્તિ ગાંધીએ જણાવ્યું હતું કે, eco friendly products સાથે હું છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલી છું. ત્યારે ગત દિવાળીએ પણ મેં ઇકોફ્રેન્ડલી કેન્ડલ બનાવી હતી કે જેનાથી કોઇપણ જાતનો ધુમાડો થતો નથી. તો સાથે જ ધૂળેટી સમયે અને ઇકો ફ્રેન્ડલી રંગ પણ બનાવ્યા હતા. ત્યારે પ્રારંભિક તબક્કે મેં 500 જેટલી રાખડીઓ બનાવી હતી જે પૈકી 400 જેટલી રાખડીઓનું વેચાણ વિદેશમાં જ થઈ ગયું છે. આમ, ઇકો ફ્રેન્ડલી રાખડી ને માત્ર આપણી સ્વદેશી ધરતી પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ વિદેશી ધરતી પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આપણે ત્યાં રૂપિયા 5 થી લઈ 50000 રૂપિયાથી પણ વધુની કિંમતની રાખડી મળતી હોય છે.  આપણે ત્યાં રાખડી રેશમી દોરા થી લઈ સોના-ચાંદીની ધાતુ છે પણ રાખડી બનાવવામાં આવતી હોય છે. ત્યારે દિપ્તીબેન ગાંધી દ્વારા બનાવવામાં આવેલ તુલસી રાખડીએ લોકોમાં કુતુહલતા જન્માવી છે.

Total
0
Shares
Previous Article

નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

Next Article

આ છે ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર, ફૂલ ચાર્જમાં દોડશે 700km

Related Posts
Read More

જો તમે પણ તમારા બાળકને સાબુથી નવડાવો છો, તો આ માહિતી ચોક્કસપણે વાંચો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન…

જ્યારે બાળક ઘરમાં આવે છે, ત્યારે દરેક જણ ખુશ થાય છે, પરંતુ કેટલીક વસ્તુઓ બાળક માટે નુકસાનકારક હોઈ…
Total
0
Share