રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરો

સાત હનુમાન પાસે આગજનીનો બનાવ, જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા.

રાજકોટ શહેરના કુવાડવા રોડ (Kuvadva Road-Rajkot) પર આગજનીનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશન (Kuvadava police station)ની નજીક આવેલા સાત હનુમાન (Sat hunuman temple-Rajkot) પાસે આગજનીનો બનાવ બન્યો છે. જ્યાં ઈંધણ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત (Collision of oil tanker and truck) થતાં આગ ભભૂકી હતી. બનાવને પગલે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિક પણ બાધિત થયો હતો. આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોને ટોળાં પણ એકઠા થઈ ગયા હતા.

જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. આગજનીનો બનાવ સામે આવતા લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસ તરફથી ટોળાને વિખેરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગ બૂઝાઇ જતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાબેતા મુજબ વાહનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલક છગનભાઈ મકવાણા નામના વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ રાણાવાવના છગનભાઈ મકવાણાની રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

બીજી તરફ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા બનાવ સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં મેટોડા જીઆઇડીસી પાસે એસટી બસ અને હોન્ડા કંપનીની amaze કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળ પર ત્રણ જેટલા ભાવિ તબીબોનાં મોત નીપજયાં હતાં. જ્યારે કે એક મહિલા ભાવિ તબીબનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ એક જ અકસ્માતના બનાવમાં ચાર જેટલા લોકોના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Total
0
Shares
Previous Article

ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી, બ્રિટન સામે 3-4થી હાર

Next Article

નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

Related Posts
Read More

કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય કાબુલ : તાલિબાનના કબ્જા…

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

આણંદ લોકસભા બેઠક પર ભાજપ -કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. છેલ્લાં 15 દિવસથી પૂર જોશમાં…
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Total
0
Share