શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં.
શિવની ભક્તિ કરવાના પવિત્ર શ્રાવણ (Shravan) માસનો તા.9 ઓગસ્ટ, સોમવાર (Shravan first Day) એટલે આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના (Somnath Mahadev Temple) સાંનિધ્યે શ્રાવણ માસની કોરોનાને લઇ સરકારની ગાઇડલાઇનના (Corona Guidline) ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવાનું ટ્રસ્ટે જાહેર કર્યુ છે. આજે શ્રાવણ માસનાં પહેલો દિવસ છે અને તેમાં પણ સોમવાર છે એટલે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચી ગયા છે. આ સાથે તમે ઘરે બેઠા અમારી સાથે પણ દર્શન (Somnath Darshan live) કરી શકો છો
આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તંત્રએ અનેક તૈયારીઓ કરી છે. જે મુજબ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. સોમનાથ સાંનિધ્યે સાંસ્કૃતિક, આદ્યાત્મિક જેવા કોઇ કાર્યક્રમો પણ નહીં યોજાય જયારે દર્શન માટે ઓનલાઇન અથવા ઓફ લાઇન પાસ લેવો ફરજીયાત રહેશે.
આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના ઉત્સવનો પ્રારંભ તા.9 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.6 શ્રાવણ વદ અમાસને સોમવારે થશે. જેમાં ભાવિકો માટે શ્રાવણ માસના તમામ શનિવાર, રવિવાર, સોમવાર અને તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 4થી 6:30 તથા 7:30થી 11:30 અને બપોરે 12:30થી 6:30, સાંજે 7:30થી 10 વાગ્યા સુધીનો રહેશે. જયારે બાકીના દિવસોમાં મંદિરોના દર્શનનો સમય સવારે 5:30થી 6:30 તેમજ સવારે 7:30થી 11:30, બપોરે 12:30થી 6:30 અને રાત્રીના 7:30 થ 10 વાગ્યા સુઘીનો રહેશે. (આજે ભક્તોની ભીડ)
વઘુમાં ભાવિકો સોમનાથ મહાદેવની મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિતની પૂજાવિધિઓ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. (રવિવારનાં દર્શન)
મંદિરમાં પ્રવેશ પહેલા ભાવિકોએ ફરજીયાત માસ્ક પહેરવુ અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. મંદિરમાં પ્રવેશ સમયે ભાવિકોએ ટેમ્પ્રેચર ચેક કરાવી સેનીટાઇઝ કરીને જ પ્રવેશ કરી શકશે. શ્રાવણ માસમાં બહારગામથી આવતા ભાવિકોએ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પર દર્શન માટે પ્રી-રજીસ્ટ્રેશનથી બુક કરાવીને નિયત સમયે આવી દર્શનનો લ્હાવો લઇ શકશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અલોકીક શણગારોથી સજ્જ માટે 30 અલગ-અલગ શણગાર નકકી કરવામાં આવ્યા છે.(રવિવારનાં દર્શન)