હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર સુઈ જતા ટ્રક સાથે ટક્કર થઇ અને 30 લોકોના મોત, 74 ઘાયલ,

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ થયા છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે એક હાઈવે પર એક પેસેન્જર બસ ટ્રક સાથે ટકરાતા 30 લોકોનાં મોત થયા છે. મોટાભાગની જાનહાનિ એવા કામદારોની છે જેઓ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવા માટે તેમના વતન જઈ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ સિયાલકોટથી રાજનપુર જઇ રહી હતી ત્યારે તે ડેરા ગાઝી ખાન જિલ્લાના તૌંસા બાયપાસ નજીક સિંધુ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ડેરા ગાઝી ખાન જિલ્લો લાહોરથી આશરે 430 કિમી દૂર સ્થિત છે. બસના મોટાભાગના કામદારો ઇદ-ઉલ-અધાની ઉજવણી કરવા માટે તેમના વતન જતા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ આપી હતી કે ડેરા ગાઝી ખાન નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાં છે. તેમણે જાહેર વાહન ચાલકોને સાવચેતી સાથે વાહન ચલાવવાની અપીલ કરી હતી. એક પોલીસ અધિકારીએ ઇજાગ્રસ્ત મુસાફરોને ટાંકીને જણાવ્યું છે કે બસના ડ્રાઇવરને નિદ્રા આવી હોવાનું જણાયું હતું અને વાહન પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું પરંતુ પીડિતોને કોઈ વળતરની જાહેરાત કરી નથી. પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત અવારનવાર બનતા રહે છે અને તેમાંના મોટાભાગના વાહનોની અતિ ઝડપી ગતિ, ખરાબ રસ્તાઓ અને પ્રશિક્ષિત ડ્રાઇવરોને કારણે થાય છે.

 

 

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

દૂધમાં એલચી નાખીને પીવાથી અનેક ફાયદા થાય છે, આનાથી રોગો પણ દૂર ભાગે છે

Next Article

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે

Related Posts
Read More

કોવિડ-19 : ભારતે એક દિવસમાં 1 કરોડથી વધારે વેક્સીનેશનનો બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

COVID-19 vaccinations- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી…
Read More

ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ…
Read More

કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય કાબુલ : તાલિબાનના કબ્જા…
Total
0
Share