કચ્છનું કબરાઉં ધામ એટલે માં મોગલના ધામથી જાણીતું બનેલું પવિત્ર આજે આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે.
એવું કહેવામાં આવે છે મોગલ ધામની અંદર સાચા મનથી કરવામાં આવેલ માનતા મોગલ માતા અવશ્ય પૂરી કરે છે. અનેક ભક્તો પોતાના દુખ લઈને મોગલ માતાના ધામની અંદર આવે છે. મોગલ માતા પણ તમામ ભક્તોના દુખો દુર કરીને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરે છે.એવું કહેવામાં આવે છે કે ૬૦ વર્ષની ઉંમરે પણ મોગલ માતાના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઇ છે.
ત્યારે એક યુવક ૧૧ હજાર રૂપિયા લઈને મોગલ માતાના ધામની અંદર પોહ્ચ્યો હતો જ્યાં તેને ૧૧ હજાર રૂપિયા મણીધર બાપુને આપ્યા હતા. પરંતુ મણીધર બાપુએ એક રૂપિયો ઉમેરીને રૂપિયા યુવકને પરત કરી દીધા હતા. કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નહિ પરંતુ મોગલ માની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે.તેમજ મણીધર બાપુએ આ પૈસા યુવકને તેની બહેનને આપી દેવા માટે જણાવ્યું હતું. આજે પણ મણીધર બાપુ દરેક ભક્તોને જણાવે છે કે મોગલ માતા પર શ્રદ્ધા રાખો અને અંધ વિશ્વાસમાં માનતા નહિ. મોગલ માતાના આશીર્વાદથી અનેક ભક્તોના જીવનના દુખો દુર થયા છે. દુર દુરથી ભક્તો પોતાના દુઃખોના નિવારણ માટે મોગલ ધામની અંદર આવે છે અને માતાના ચરણોમાં પોતાના દુખ મુકે છે.
મોગલ માતા પણ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને તેમના દુખોનો અંત લાવે છે. ઘણી વખત એવા કિસ્સાઓ પણ આપણી સામે આવે છે કે લોકો કોઈ દર્દ કે બીમારીને કારણે મૃત્યુશય્યા પર પહોંચી ગયા હોય તો પણ મા મોગલે ભક્તોની શ્રદ્ધા પર ક્યારેય આંચ આવવા દીધી નથી.