કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય
કાબુલ : તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. આજે ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિક કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરૂવારે સાંજે બ્લાસ્ટ થયો. રશિયન મીડિયા મુજબ આ વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા છે જ્યારે 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં ત્રણ અમેરિકન સૈનિક પણ સામેલ છે. ઘટના પછી એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું છે.
કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે જેઓ કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર હાજર છે તેઓ તાત્કાલિક ત્યાંથી હટી જાય અને આગામી સુચનાની રાહ જુએ. તો બ્રિટને પણ આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે. કાબુલમાં થયેલા સીરિયલ બ્લાસ્ટને લઇને અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ન જવાની સૂચના આપી છે. દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે લોકો કાબુલ એરપોર્ટ પાસે જતાં બચે.