એક તરફ ટોક્યો પેરાલિમ્પિક્સમાં (tokyo paralympics) ભારતીય ખેલાડીઓએ (Indian players) પોતાના પ્રદર્શનથી ભારત માટે મેડલોનો વરસાદ (medals rain on india) કર્યો છે ખાસ કરીને બેડમિન્ટનમાં ગોલ્ડ, સિલ્વર મેડલો જીત્યા છે. ત્યારે બીજી તરફ મહેસાણા માટે (Mehsana news) સારા સમાચાર આવ્યા છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં (Indian badminton team) પસંદગી થઈ છે. ગુજરાતમાંથી સૌપ્રથમ (Gujarat first badminton player) કોઈ બેડમિન્ટન ખેલાડીની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે.
તસનીમ મીર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે. ત્યારે તેના પરિવારજનોમાં પણ ખુશી છે. તસનીમના પિતા પોલીસકર્મી છે. અને તસનીમના કોચ પણ છે.
ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, જીત્યા 19 મેડલ
ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ભારતીય ખેલાડીઓ (Indian Players)એ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ભારતે 5 ગોલ્ડ (Gold), 8 સિલ્વર (Silver) અને 6 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમે છે. આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
પેરાલિમ્પિક રમતોની શરૂઆત 1960માં થઈ હતી અને ભારતીય ખેલાડીઓ સૌપ્રથમ 1968માં તેલ અવીવ પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતે એક પણ મેડલ જીત્યો ન હતો. 1972માં પ્રથમ વખત મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ભારતને પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર એક જ ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ટોક્યો 2020માં 5 રમતોમાં 19 મેડલ જીત્યા હતા. પુરુષ ખેલાડીઓએ 16 જ્યારે મહિલા ખેલાડીઓએ ત્રણ મેડલ જીત્યા હતા.