ગુજરાતીઓ ચેતી જજો, શિમલા-મનાલી જઈને હવે આ ભૂલ ન કરતા નહીંતર જેલની હવા ખાવી પડશે

કોરોના લૉકડાઉનમાં છૂટછાટ આપી ત્યારથી મનાલીમાં પર્યટકોની ભારે ભીડ જામી છે પરંતુ જો તમે ફરવા જાઓ છો તો આ નિયમો ધ્યાનમાં રાખી લેજો.

  • ફરવા જતા પહેલા રાખજો ધ્યાન
  • માસ્ક નહી હોય તો 5000 રૂપિયાનો દંડ
  • હિમાચલમાં થશે 8 દિવસની જેલ 

લોકોની વધતી ભીડને લઇને પ્રસાશને મોટો નિર્ણય કર્યો છે અને કડકાઇથી નિયમોનું પાલન કરાવી રહ્યાં છે. પ્રસાશને આદેશ આપતા કહ્યું છે કે મનાલીમાં જો કોઇ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો 5000 રૂપિયાનો દંડ અથવા 8 દિવસની જેલ કરવામાં આવશે.

હિમાચલ પ્રદેશમાં જ્યારથી કોરોનાના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જઇ રહ્યાં છે. બહારના રાજ્યોમાંથી રોજ 18-20 હજાર લોકોના વાહન દાખલ થઇ રહ્યાં છે. બહારના રાજ્યોથી લોકો હિમાચલમાં આવી રહ્યાં છે જેનાથી રાજ્યમાં કોરોનાનો ખતરો વધી જવાની સંભાવના છે.

પ્રશાસને કડક નિયમો બનાવ્યા છે અને જો તેનું પાલન નહી થાય તો સજા મળશે તે નક્કી છે. જુલાઇના 6 દિવસમાં જ હિમાચલ પ્રદેશમાં 1656 લોકોના માસ્ક વગરના ચલાણ કપાયા છે. તેમાં સૌથી વધારે શિમલા, બાદમાં કુલ્લુમાં ચલાણ કપાયા છે. માસ્ક વગર 88 હજારથી વધારે ચલાણ કાપવામાં આવ્યા છે. લોકો પાસેથી અત્યાર સુધી લગભગ 5 કરોડ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે.

જૂનના પહેલા પખવાડીયા સુધી હિમાચલમાં દાખલ થવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી હતો પરંતુ બાદમાં સરકારે આ શરતને હટાવી લીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ભીડ આવવા લાગી હતી. હવે આ પ્રકારના રુલ્સ બનાવવામં આવ્યા છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

ફેમિલી સાથે વન ડે પિકનિક માટે આ જગ્યા છે બેસ્ટ, અમદાવાદથી માત્ર 150 કિમી દૂર

Next Article

ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

Related Posts
Read More

ડાંગનો ‘વન દેવીનો નેકલેસ’ જોયો છે? તસવીરો જોઇને ચોક્કસ આ વીકએન્ડમાં જવાનો બનાવી દેશો પ્લાન

ડાંગ: જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરા નદી (Gira River, Dang) ઉપર આવેલો ગિરમાળનો ધોધ (Girmal Waterfall) અને વન દેવીનો…
Poloforest_Gujarat_aapnucharotar
Read More

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ,જે છે ગુજરાતનું મીની કાશ્મીર-Polo Forest of Gujarat

ગુજરાતનું મીની કાશ્મીર વિજયનગર ફોરેસ્ટના નામથી પણ જાણીતું છે. પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 156 કિલોમીટર દૂર આવેલ 420…
Read More

નૈનીતાલ, મનાલી અને શિમલા ને મૂકીને એક વખત હિમાચલમાં આવેલ આ ઠંડી અને સુંદર જગ્યાને જરૂરથી માણો

ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, લગભગ લોકોને તમે…
Total
0
Share