આણંદ, તા. ૧૯
આણંદ ખેડા જીલ્લામાં વાદળોની આવન જાવન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેતીલાયક વરસાદ ન થતા ખેડુતોમાં નીરાસા વ્યાપી ગઈ છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આણંદ ખેડા જીલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મધ્ય ગુજરાત તરફ લોપ્રેશર સીસ્ટમ આગળ જતી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આણંદ જીલ્લામાં ગઈકાલે એક માત્ર આંકલાવતાલુકામાં જ સવા ઈંચ વરસાદથયો હતો. જ્યારે અન્યવિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાનો દોર જાેવા મળ્યો હતો પણ સારો વરસાદ ન થતા ખેડુતોમાં નિરાસા વ્યાપી ગઈ હતી.
