ટાટા મોટર્સે માઈક્રો SUV TATA Punchની લોન્ચિંગ તારીખ કરી જાહેર, જાણો તમામ વિગત

ટાટા પંચમાં 1.2 લીટરના બે એન્જિન આપવામાં આવશે. હાઈપર વેરિએન્ટ 1.2 લીટરનું ટર્બો ચાર્જ્ડ એન્જિન આવી શકે છે.

Micro SUV TATA Punch: ટાટા મોટર્સે માઈક્રો SUV ટાટા પંચની લોન્ચિંગ ડેટ જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે 4 ઓક્ટોબરના રોજ ટાટા પંચ વર્ચ્યુઅલી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ઈન્ટીરિયર અને એક્સટીરિયરના ફોટોઝ શેર કર્યા છે. ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટ શૈલેષ ચંદ્રએ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ કાર ગ્રાહકોની જરૂરિયાત પૂર્ણ કરશે. આ એ ગ્રાહકો માટે બનાવવામાં આવી છે, જે કોમ્પેક્ટ સિટી કારમાં SUVના ફીચર્સને વધુ પ્રાધાન્ય આપે છે. SUV સીરિઝની ‘Punch’ ચોથી ગાડી છે.

માઈક્રો SUV ટાટા પંચ દિવાળી પહેલા લોન્ચ કરવામાં આવશે. ટાટા મોટર્સ (TATA Motors)ના અનાવરણ બાદ પ્રી-બુકિંગ શરૂ થઈ શકે છે. ટાટા પંચ ન્યૂ ફોરએવર રેન્જમાં તમામ ટાટા કારથી પ્રેરિત ડિઝાઈન આપવામાં આવી છે. જેમાં ટાટા અલ્ટ્રોઝ, ટાટા નેક્સન, ટાટા હેરિઅર અને ટાટા સફારી સામેલ છે.

ટાટા પંચમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે. ઉપરાંત તેમાં AC વેંટ, કોમ ઈનસાઈડ ડોર હેન્ડલ, પાવર વિંડો, પાવર એડજસ્ટેબલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિઅર પાર્કિંગ કેમેરા, iRA કનેક્ટેડ કાર ટેક, મેન્યુઅલ ડિમિંગ IRVM અને આઉટ સાઈડ રિઅર વ્યૂ મિરર (ORVM’s) જોવા મળશે.

micro SUV Tata Punchમાં કેટલાક વિશેષ ફીચર આપવામાં આવ્યા છે. આ કારમાં આપવામાં આવેલ ફીચરના કારણે આ કાર અન્ય કારથી અલગ તરી આવે છે. આ કારમાં મલ્ટીપલ ડ્રાઈવ મોડ્સ આપવામાં આવ્યા છે.

‘Punch’ને ALFA-ARC (એજાઈલ લાઈટ ફ્લેક્સિબલ એડવાન્સ્ડ આર્કિટેક્ચર) પર બનાવવામાં આવી છે અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેંગ્વેજ હેઠળ બનાવવામાં આવી છે. હાઈવેના રસ્તાઓ પર કાર ચલાવવાથી સ્પોર્ટી ડ્રાઈવનો અનુભવ થશે.

ટાટા પંચમાં 1.2 લીટરના બે એન્જિન આપવામાં આવશે. હાઈપર વેરિએન્ટ 1.2 લીટરનું ટર્બો ચાર્જ્ડ એન્જિન આવી શકે છે. તમે તમારી જરૂરિયાત અનુસાર એન્જિનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

micro SUV Tata Punchની ડિઝાઈન ટાટા હેરિયર અને ટાટા સફારીને સમાન છે. કારમાં સ્કાયર ઓફ વ્હીલ આર્ચ પણ આપવામાં આવ્યા છે. કારમાં ટેઈલ લાઈટ્સ નવી અને નાની છે, જે હેચબેક જેવા ડાયમેનસન્સ પ્રદાન કરે છે.

ટાટા મોટર્સે ઈન્ટીરિયર વિશે જાણકારી આપી છે. કારને ફ્લોટિંગ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ક્લિન ડેશ પણ આપવામાં આવ્યો છે, જે અલ્ટ્રોઝ કારમાં પણ જોવા મળે છે. ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પ્રીમિયમ હેચબેકને સમાન છે.

ટાટા મોટર્સે ગયા વર્ષે ઓટો એક્સપોમાં પહેલી વાર Punchને HBX કોન્સેપ્ટ માઈક્રો SUV તરીકે રજૂ કરી હતી. કંપનીએ આ પ્રોડક્શન મોડલ Punchના નામે રજૂ કર્યું છે.

Total
0
Shares
Previous Article

વોશિંગટનમાં ગૂંજ્યા મોદી-મોદીના નારા! જોરદાર સ્વાગત પર PMએ કહ્યુ- પ્રવાસી ભારતીય આપણી તાકાત

Next Article

આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

Related Posts
Read More

નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

મોબાઇલ યુગમાં ક્રાંતિકારી પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. વોટસએપ હોય કે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા એપ…
Total
0
Share