ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online result) જાહેર થઇ ગયુ છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ (Gujarat board website) પર સવારે 8 વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જઇને તપાસી શકે છે. આ વખતે ધોરણ 10નાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 10.4% આવ્યું છે.

સમગ્ર રાજ્યનું પરિણા 10.4%

ગુજરાતમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આખા રાજ્યનું માત્ર 10.4% પરિણામ આવ્યું છે. 20% પાર્સિંગ ધોરણનો લાભ મેળવી 191 પરીક્ષાર્થી પાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાથી 28 જુલાઈ દરમિયાન લેવાયેલી ધો.10-12ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં 12 સાયન્સ અને 12 સા.પ્ર.ના પરિણામ બાદ હવે આજે 25મીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર થવાનું છે. કોરોનાને કારણે આ વર્ષે ધો.10માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર-ખાનગી વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા.

ખાનગી રીપિટર તરીકે 15090 વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ કેટેગરીમાં 52090 અને બાકીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર છે.કુલ 3,78,431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.આ પરીક્ષાનું પરિણામ ખૂબ જ મહત્વનું છે કારણ કે, ધો.10 પછીના ડિપ્લોમા,આઈટીઆઈ અને ધો.11માં આ પરિણામ બાદ પ્રવેશમાં વધારો થશે.

આ રીતે પરિણામ તપાસો

વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો સિટ નંબર(બેઠક ક્રમાંક) ભરીને જોઇ શકાશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/એસઆર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે.

Total
0
Shares
Previous Article

Healthy Life માટે શાકાહારી આહારનું સેવન કરવું શા માટે હિતાવહ છે? અહીં જાણો કારણો

Next Article

જન્માષ્ટમી અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

Related Posts
Read More

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે. ભારે વરસાદને કારણે અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની જગ્યામાં…
Read More

શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. શિવની ભક્તિ કરવાના પવિત્ર…
Read More

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક…
Read More

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની…
Total
0
Share