પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ

દક્ષિણ પાકિસ્તાનના (Pakistan) હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે 3:30 વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ 20 કિલીમીટર (12 માઇલ) જમીનની નીચે હતું. હરનઈ (Harnai) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Balochistan) આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે.

પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીએ જણાવ્યું કે, છત અને દીવાલો પડવાથી અનેક લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં એક મહિલા અને 6 બાળકો પણ સામેલ છે. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે ક્વેટાથી ભારે મશીનરી રવાના કરી દેવામાં આવી છે. હાલ ઘાયલ લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાથી આવી રહેલા Visuals મુજબ, હરનઈની (Harnai) હોસ્પિટલોમાં વીજળી નથી. ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપની અસર અનેક જિલ્લાઓમાં છે, એવામાં ઘાયલોનો ચોક્કસ સંખ્યા જણાવવી શક્ય નથી.

ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે. લોકો ભૂકંપના આંચકા બાદ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
Total
0
Shares
Previous Article

Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

Next Article

Google Pixel 6 અને 6 proના લૉંચની તારીખ જાહેર, કેમેરા પર રહેશે ફોકસ

Related Posts
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Read More

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

જીજેઈપીસી (Gems and Jewellery Export Promotion Council) દ્વારા સુરતમાં (Surat) ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું (diamond exhibition-cum-auction centre) ઉદ્‌ઘાટન…
Read More

ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 20.5 ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે. રાજ્યના સૌરાષ્ટ્રમાં (rain in Saurashtra) સાંબેલાધાર વરસાદ…
Total
0
Share