ફરી એક વાર Ind Vs Pak થઈ શકે છે આમને સામને
આજે એશિયા કપમાં પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે લીગની છેલ્લી મેચ રમાશે. પાકિસ્તાન માટે આજે કરો યા મરો સમાન મેચ છે. આજે જે ટીમ જીતશે એ રવિવારે ભારત સામે ટકરાશે. રેકોર્ડ અને ટીમનું ફોર્મ જોતાં પાકિસ્તાન જીતી જશે એવું લાગી રહ્યું છે, એટલે કે 4 સપ્ટેમ્બર રવિવારે ભારત અને પાકિસ્તાનનો મહાસંગ્રામ ફરી જોવા મળી શકાય એમ છે.
ક્રિકેટનું મહાયુદ્ધ એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. આ બન્ને ટીમને લઈને બન્ને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે અત્યારસુધીના એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ નથી. બન્ને ટીમ લીગ મેચમાં જ આમને-સામને ટકરાઈ છે. આ દરમિયાન ભારત 7 વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાન 3 વખત ચેમ્પિયન બન્યું છે.
એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટ હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 148 રનના પડકારને ટીમ ઈન્ડિયાએ 2 બોલ રાખીને 5 વિકેટે પાર પાડી લીધો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન કર્યા હતા.