અમદાવાદથી માત્ર 150 કિમી દૂર પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સૌથી બેસ્ટ ગણવામાં આવે છે.
- અમદાવાદથી માત્ર 150 કિમી દૂર છે આ જગ્યા
- સાબરકાંઠામાં આવેલું છે આ વન ડે પિકનીક સ્થળ
- અહીંના ઝરણા અને નદીઓ જોઈ કેરળની યાદ આવી જશે
જંગલોની વચ્ચો વચ્ચ એક એવી જગ્યા આવેલી છે જ્યાં જઈને તમે ખુશ થઈ જશો. આ જગ્યા રાજસ્થાનનો પ્રવેશ દ્વાર છે. જે અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સૌથી બેસ્ટ ગણવામાં આવે છે.
વરસાદની સીઝનમાં અહીં જરૂરથી જાઓ
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું પોળોનું જંગલ વરસાદની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. હાલ પોળો ફેરેસ્ટની મુલાકાત માટે અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. સારા વરસાદ બાદ પોળોના જંગલો સોળે કળાએ ખીલી ઉઠે છે. ખળ ખળ વહેતી નદી, ઝરણાં જોઈને તમને કેરળની યાદ આવી જશે.
ફેમિલી સાથે વન ડે પીકનીકની બેસ્ટ જગ્યા
પોળો ફોરેસ્ટ જવા માટે આ સમય બેસ્ટ ગણવામાં આવે છે. કારણ કે ચોમાસાની સીઝનમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પણ જો તમે ફેમિલી સાથે પીકનીક પર જવા માંગતા હોવ તો ઘરેથી તમારી સાથે ભોજન પણ લઈ જઈ શકો છો. ત્યાં રાત્ર રોકાઈ શકાય તેની કોઈ વ્યવસ્થા નથી માટે તમારા સાથે પુરતો સામાન લઈને જવુ વધારે યોગ્ય રહેશે.