નવી Tigor EV માટે સૌથી મોટું અપડેટ પાવરટ્રેનમાં જોવા મળે છે, જેને હવે કંપનીના Ziptron EV પાવરટ્રેનથી સજ્જ કરાયું છે. આ ટેક્નીકનો ઉપયોગ સૌથી પહેલા Nexon ઇલેક્ટ્રિકમાં કરાયો હતો. તેની ઇલેક્ટ્રિક મોટર 75hp પાવર અને 170Nmનો પીક ટોર્ક પેદા કરે છે.
ટાટા મોટર્સે (TaTa Motors) આજે આખરે બજારમાં પોતાની બીજી ઇલેક્ટ્રિક કાર Tigor EV લોન્ચ કરી દીધી છે. જીપ્ટ્રોન ટેક્નોલોજીની સાથે આકર્ષક લુક અને દમદાર ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ કારને 3 વેરિએન્ટ્સમાં લોન્ચ કરાઇ છે. કંપનીએ પોતાની આ ખાસ જીપ્ટ્રોન ટેક્નિકનો ઉપયોગ Tata Nexonમાં કર્યો હતો.
આ કારના એન્ટ્રી લેવલ XE+ વેરિએન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, XM વેરિએન્ટની કિંમત 12.49 લાખ રૂપિયા, XZ+ વેરિએન્ટની કિંમત 12.99 લાખ રૂપિયા અને ડ્યુઅલ ટોન પેન્ટ સ્કીમની સાથે આવનાર ટોપ વેરિએન્ટ XZ+(DT)ની કિંમત 13.14 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કાર બે રંગોમાં આવશે, જેમાં સિગ્નેચર ટીલ અને ડેટોના ગ્રે કલર સામેલ છે. આજથી ટાટા મોટર્સ EVની ડિલીવરી શરૂ કરશે, જ્યારે અમુક ડીલરશીપ પર નવી ટિગોર ઇવીની બુકિંગ થોડા દિવસો પહેલા જ રૂ. 21,000માં શરૂ કરાયું હતું.
ડ્રાઇવિંગ રેન્જ અને સ્પીડ- નવી Tigor EV માટે સૌથી મોટું અપડેટ પાવરટ્રેનમાં જોવા મળે છે, જેને હવે કંપનીના Ziptron EV પાવરટ્રેનથી સજ્જ કરાયું છે. આ ટેક્નીકનો ઉપયોગ સૌથી પહેલા Nexon ઇલેક્ટ્રિકમાં કરાયો હતો. તેની ઇલેક્ટ્રિક મોટર 75hp પાવર અને 170Nmનો પીક ટોર્ક પેદા કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 5.7 સેકન્ડમાં 0થી60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
આ કારમાં 26kWhની ક્ષમતાની લિથિયમ ઈઓન બેટરી પેક આપવામાં આવ્યું છે, જે IP67 વોટર અને વેધર પ્રૂફ છે. આ સાથે કંપની 8 વર્ષ વધુ 160,000 કિમી સુધીની વોરંટી પણ આપી રહી છે. કંપનીનો દાવો છે કે આ કારમ સિંગલ ચાર્જમાં 306 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે, જે ઓટોમોટિવ રિસર્ચ એસોશિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા પ્રમાણિત છે.
ફીચર્સમાં આ કારમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે કનેક્ટ થતું 7.0-ઇંચનું ટચસ્ક્રિન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર અને 4 ટ્વીટર, iRA કનેક્ટેડ કાર ટેક્નોલોજી, મલ્ટી-ફંક્શન સ્ટીયરીંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડિજીટલ ઇન્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ઘણુ બધુ મળશે. આ સાથે જ જો સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો Tigor EVમાં ડ્યુએલ એરબેગ, EBDની સાથે ABS, રિઅર પાર્કિંગ કેમેરા, સીટ બેલ્ટ રિમાઇન્ડર આપ્યું છે.
ટાટા મોટર્સના પેસેન્જર એન્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ બિઝનેસ યુનિટના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યા અનુસાર, Nexon EVની સાથે સફળ અનુભવની સાથે અમે વિશ્વાસની સાથે કહી શકીએ છીએ કે EVs ઝડપથી મેઇનસ્ટ્રીમ બની રહી છે. અમે વ્યક્તિગત સેગમેન્ટમાં અમારી બીજી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કરવા ઉત્સાહિત છીએ. બિલકુલ નવી Tigor EVની સાથે અમે તમામ ઓટોમેટિવ ઉત્સાહી લોકોને Evolve to Electric સંદેશની સાથે ભારતમાં મેઇનસ્ટ્રીમ EVsમાં આ વિકાસનું નેતૃત્વ કરવા ઇચ્છીએ છીએ. નવી Tigor EV વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય CCS2 ચાર્જિંગ પ્રોટોકોલ સાથે સુસંગત છે અને તેને 15A પ્લગ પોઇન્ટથી ઝડપી ચાર્જ તેમજ ધીમે ચાર્જ કરી શકાય છે.
ટાટા મોટર્સનું કહેવું છે કે, તેઓએ દિલ્હી-જયપુર અને દિલ્હી-ચંદિગઢ જેવા રાજમાર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર ભારતમાં 640 ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશન સ્થાપિત કર્યા છે.