રેલવેના મુસાફરો માટે કોરોના કહેર વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર, જાણો શું લેવાયો નિર્ણય

રેલવેના મુસાફરો માટે કોરોના કહેર વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 10 એપ્રિલથી 90 ટકા ટ્રેન ટ્રેક પર પરત ફરશે.

  • 10 એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલશે
  •  શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી
  • 10 એપ્રિલથી 90 ટકા ટ્રેનો ચલાવવા લાગશે

10 એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલશે

હવે તમામ દિશાઓ માટે ચાલનારી ટ્રેનો પાછી પાટે ચઢી રહી છે. ગત વર્ષે લોકડાઉન બાદ રોકાયેલી ટ્રેનોને રેલવે ટ્રેકો પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 10 એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલવા લાગશે.

 શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી

કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ હવે રેલવે રોકાવાની નથી. ધીરે ધીરે કરીને રેલવેએ તમામ ટ્રેનો ચલાવવાની તૈયારી  કરી લીધી છે. સોમવારે ઉત્તર રેલવેની 70થી વધારે લોકલ ટ્રેનો ચાલી પડી તો ત્યારે હવે શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી છે.

10 એપ્રિલથી 90 ટકા ટ્રેનો ચલાવવા લાગશે

રેલવેના સૂત્રોના અનુસાર ઓપરેશન વિભાગ મોટાભાગની ટ્રેનોને ચલાવવાની તૈયારી કરી ચૂકી છે. એટલા માટે સમય સારણી પણ તૈયારી કરી ચૂકી છે.  કોવિડ પ્રોટોકોલની વચ્ચે 10 એપ્રિલથી 90 ટકા ટ્રેનો ચલાવવા લાગશે. આ ટ્રેનોના ચાલવાથી પ્રવાસીઓને ઘણી સગળવ મળશે. ત્યારે ભીડથી પણ પ્રવાસી બચી શકશે.

 હરિદ્વાર સ્ટેશન પર સોમવારે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો 

રેલવેના સત્તાવાર સૂત્રો મુજબ 10 એપ્રિલથી અમૃતસર શતાબ્દી, ચંદીગઢ શતાબ્દી, જયપુર શતાબ્દી સહિત અન્ય રુટની શતાબ્દી તથા રાજધાની ટ્રેનો ચાલશે. કોવિડના કારણે તમામ ટ્રેન સ્પેશિયલ બનીને ચાલશે. જોકે ભાડુ વધારે રહેશે. જોકે શક્યતા છે કે કોરોના ટેસ્ટ વગર પ્રવાસ કરવા દેવામાં નહીં આવે. હરિદ્વાર સ્ટેશન પર સોમવારે આ પ્રકારનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.

લોકલ ટ્રેનો ચાલી, પરંતુ પ્રવાસી ઓછા

સોમવારે ઉત્તર રેલવેએ 70થી વધારે લોકક ટ્રેનો પાછી પાટા ચઢાવી દેવામાં આવી છે. પરંતુ પ્રવાસીઓની ભીડ પહેલા દિવસે વધારે ન આવી. નવી દિલ્હી સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશનથી લગભગ 10 ટ્રેનો સંચાલિત કરવામાં આવી. પરંતુ કાઉન્ટરમાં માત્ર 250 ટિકિટ જ વેચાઈ. જો કે લોકલ ટ્રેનો ચાલવાથી પ્રવાસીઓની વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભીડ ઓછી થવાથી પ્રવાસીઓએ પણ અંતર રાખવાનું યોગ્ય સમજ્યુ હતુ.

Total
0
Shares
Leave a Reply
Previous Article

અમદાવાદથી 7 કલાકના અંતરે આવેલું છે 'સ્વર્ગ', ચોમાસામાં ફરવા જવા માટે આનાથી બેસ્ટ કોઈ પ્લેસ નહીં

Next Article

ફેમિલી સાથે વન ડે પિકનિક માટે આ જગ્યા છે બેસ્ટ, અમદાવાદથી માત્ર 150 કિમી દૂર

Related Posts
Read More

ડાંગનો ‘વન દેવીનો નેકલેસ’ જોયો છે? તસવીરો જોઇને ચોક્કસ આ વીકએન્ડમાં જવાનો બનાવી દેશો પ્લાન

ડાંગ: જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરા નદી (Gira River, Dang) ઉપર આવેલો ગિરમાળનો ધોધ (Girmal Waterfall) અને વન દેવીનો…
Read More

નૈનીતાલ, મનાલી અને શિમલા ને મૂકીને એક વખત હિમાચલમાં આવેલ આ ઠંડી અને સુંદર જગ્યાને જરૂરથી માણો

ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, લગભગ લોકોને તમે…
Total
0
Share