કોરોનાકાળ દરમિયાન લોકોમાં જાગૃતતા લાવવા માટે વડોદરા શહેરના મૂર્તિકારે વેક્સિનેશન થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી. એમ પણ કહેવામાં આવે છે કે ગણેશજી દુઃખને દૂર કરે છે. તો આ કોરોનની મહામારી પણ ગણેશજી દૂર કરશે એવી લોકોમાં આસ્થા છે. ગત વર્ષે જાહેર સ્થળો પર ઉજ્વણી કરવાની મનાઈ હતી. આ વખતે પણ કોર્નની ગાઈડલાઈનનું પાલન કરીને જ ઉજવણી કરવા દેવામાં આવશે. ગણેશજીની મૂર્તિ ચાર ફૂટ સુધીની જ રાખી શકાશે. આ વખતે શહેરમાં ગણેશઉત્સવનો માહોલ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. જે લોકોની રોજગારી જ મૂર્તિ બનાવીને કમાવાની છે એ લોકોને આ વર્ષે થોડી રાહત થઈ છે.
શહેરના મૂર્તિકાર દક્ષેશ જાંગીડ છેલ્લા ચાર વર્ષથી મૂર્તિ બનાવી રહ્યા છે. કોરોનાકાળને લઈને ત્રણ પ્રકારની મૂર્તિઓ બનાવી છે- વેક્સિનેશન, લોકડાઉન સમયે ઘરમાં રેહવું અને ઓનલાઈન ભણતર. મહામારીમાં સરકારે ગાઈડલાઈન સાથે ગણપતિના ઉત્સવની મંજૂરી આપેલ છે. મૂર્તિકાર દક્ષેશભાઈનું કહેવું એમ હતું કે, કોરોનની ત્રીજી વેવ આવી રહી છે અને સાથે સાથે ઉજવણી પણ કરવી છે. તો આ પ્રકારના વિચારને લઈને તેમણે વેક્સિનેશન વાળી ગણેશજીની મૂર્તિ બનાવી.
અહીંયા કોરોને લગતી તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. લોકોએ કોરોનાકાળમાં જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે, તે તમામ પરિસ્થિતિને આધારે ગણેશજીની મૂર્તિઓને સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કર્યું, તેને પણ ખુબ જ સુંદર રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
વેક્સિનેશની મૂર્તિને બનાવવા માટે બે દિવસનો સમય લાગ્યો હતો. આ તમામ ગણેશજીની મૂર્તિઓ 100% ઇકો-ફ્રેન્ડલી અને માટીની બનાવેલી મૂર્તિઓ છે. આંથી પર્યાવરણને નુકસાન નથી થતું. આના માટે ઘણા પ્રકારની માટી આવે છે, અહીંયા જે માટી વાપરવામાં આવી છે એ ભાવનગર અને રાજકોટની ભૂતળા માટી છે. દક્ષિણ અને મુંબઈમાં લાલ કલરની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.