વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી (CM vijay rupani)

વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે તેઓ દેશના સાચા નાગરિક બનશે – આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી

આણંદ : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી (CM vijay rupani) એ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે.શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાતની વિકાસ યાત્રાની વાત કરવી હોય તો, આધ્યાત્મિકતા ક્ષેત્રે નરસૈયાની કરતાલ, શ્રમિકોના શોષણ સામે ગાંધીજીની હડતાલ અને ધર્મ શિક્ષણ ક્ષેત્રમાં સ્વામિનારાયણના વડતાલની ઐતિહાસિક ધરોહરને યાદ કરવા પડે.

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી (CM vijay rupani) એ વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidyanagar) ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.આ છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે સંસ્કાર અને રાષ્ટ્ર ઘડતરનું શિક્ષણ મેળવશે.આ છાત્રાલય ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે.

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા – જમવાની સુવિધા ઉપલબ્‍ધ થશે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૨૧મી સદી જ્ઞાનની સદી છે, ત્યારે ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આત્મ નિર્ભર ભારત અને નવા ભારતના નિર્માણના સ્વપ્ન સાકાર કરશે.

તેમણે ઉમેર્યું કે ઘર પરિવારથી દૂર રહીને અહીં નિર્માણ થનાર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે. આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ-વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઇ રહયું છે તે વિશેષ આનંદની વાત છે.  તેમણે ઉમેર્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ કરમસદની નજીક વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidyanagar) તેમના જ આશીર્વાદથી ભાઇકાકા અને ભીખાભાઇ સાહેબે ચારૂતર વિદ્યામંડળના નેજામાં વિકસાવેલું નગર છે.જેમાં આજે એક વધુ પુષ્પનો ઉમેરો થયો છે.

કુંડલધામના શ્રી જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાં ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સરકારની
સાથે રહી સરાહનીય કામગીરી કરી હતી. સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રીએ જીવ માત્રના કલ્યાણ માટે ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રારંભમાં ડો.સંતવલ્લભ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.

આ અવસરે શ્રી રાકેશ પ્રસાદ મહારાજના ૫૫ મા તથા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ મા જન્મ દિને વિશાળ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ,મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, મુખ્યદાતા શ્રી અરજણભાઇ ધોળકિયા સંતો, અગ્રણી શ્રી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રમુખશ્રી ભીખુભાઇ પટેલ, પદાધિકારીઓ, કલેકટરશ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જી.પ્રજાપતિ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Total
0
Shares
Previous Article

સોમનાથ થકી સરદાર પટેલના સપનાઓને નવી ઊંચાઈ આપી રહ્યા છે વડાપ્રધાન મોદી

Next Article

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Related Posts
Anand Borsad Bridge
Read More

આણંદના રેલવે ઓવરબ્રિજનું નિર્માણનું કામ પૂરું થાય તે પહેલાં જ દિવાલ ધરાશાયી થતા બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન

આણંદ તરફના બ્લોકની બનાવેલી દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.બોરસદ ચોકડી પર…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

આણંદ લોકસભા બેઠક પર ભાજપ -કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. છેલ્લાં 15 દિવસથી પૂર જોશમાં…
Read More

ચરોતરમાં વિશ્વ યોગ દિવસ 2021ની ઠેર ઠેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

– આણંદ જિલ્લાની શાળા-કોલેજો સહિત સામાજિક સંસ્થાઓમાં આયોજન – કોરોનાના કપરાં કાળમાં યોગનું મૂલ્ય સમજાયું : યોગ દિવસની…
Total
0
Share