વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, જુઓ PHOTOS
ત્રણ દિવસીય યાત્રા માટે અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi In America) બુધવારે વોશિંગટન ડીસીમાં (Washington DC) એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના (Indian Community) લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાયના 100થી વધુ સભ્ય જોઇન્ટ બેઝ એન્રૂાયઝ પર એકત્ર થયા હતા. પીએમ મોદીનું સ્વાગત કરી રહેલા ભારતીય અમેરિકનોએ આ દરમિયાન મોદી-મોદીના નારા પણ લગાવ્યા. COVID-19 બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમના વોશિંગટન પહોંચવા પર અમેરિકન પ્રશાસનમાં ડેપ્યુટી સેક્રેટરી ટી. એચ. બ્રાયન મૈકકેન સહિત અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.
બ્રિગેડિયર અનૂપ સિંઘલ, વાયુસેના અધિકારી અંજન ભદ્રા અને નૌસેના અધિકારી નિર્ભયા બાપનાની સાથે અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ પણ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ એરપોર્ટની બહાર તેમની રાહ જોઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી. પીઅમે ભારતીય સમુદાયને મળીને હાથ મિલાવ્યા.
અફઘાન અને કોવિડ સંકટને ધ્યાને લઈ પીએમ મોદીની યાત્રા અગત્યની- ભારતીય અમેરિકન
ભારતીય સમુદાયના એક અન્ય સભ્યએ જણાવ્યું કે, પીએમ મોદીની યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે, COVID-19 અને અફઘાન સંકટને જોતાં, ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવામાં આ યાત્રા અગત્યની છે. અમને ગર્વ છે કે અમે ભારતીય છીએ અને લાખો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.