સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

આ વર્ષે નવરાત્રીનું શું થશે તેની પર તમામ લોકોની નજર હતી, ત્યારે આજે નવરાત્રીને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. નવરાત્રીમાં રાત્રી કરફ્યૂ હળવો કરવાનો સરકારે નિર્ણય લીધો છે, સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગરબા રસીકોએ વધાવી લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

નવરાત્રીને સરકારે શું જાહેરાત કરી

– રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
– રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.
– આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
– લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.
– આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે
– આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
– રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
– અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
– રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.
– રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસની મહામારીને કારણે ગત વર્ષે ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. જો કે, હવે રાજયમાં કોરોના વાયરસના કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

Total
0
Shares
Previous Article

આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

Next Article

UPSCમાં ગુજરાતનો ડંકો, સુરતના કાર્તિકે ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

Related Posts
Read More

નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં દ્વારકાની કૃપાએ જીત્યો ગોલ્ડ મેડલ, 1500 મીટરની દોડ 5.13 મિનિટમાં પૂરી કરી

કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે.  દેવભૂમિ દ્વારકા…
Read More

ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83% વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું…
Read More

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 1 જેસીઓ સહિત 5 સૈનિક શહીદ

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સ્થિત ડેરાની…
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Total
0
Share