ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. આ વર્ષે વર્લ્ડ કપનું આયોજન આઇસીસી દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ ટીમો ખેલાડીઓની પસંદગી કરવામાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમોએ હાલમાં પોતાના ટીમોની જાહેરાત કરી છે અને બાકીની ટૂંક સમયમાં જાહેરાત કરશે પરંતુ આ પહેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે.
વિશ્વ ક્રિકેટ જગતમાં દર વર્ષે ખરાબ ફોર્મ અથવા ઉંમર વધવાના કારણે ઘણા ઘાતક ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરતા હોય છે.
આ ઉપરાંત ઘણા નવા ખેલાડીઓ ટીમમાં પ્રવેશે છે. થોડા સમય પહેલા જ બેન સ્ટોકસ અને રામદિન જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તાજેતરમાં પણ આવો જ એક દાખલો સામે આવ્યો છે.
તાજેતરમાં ભારત અને પાકિસ્તાન જેવી ટીમો એશિયા કપ રમી રહી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્ફોટક ખેલાડી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો હતો. તે હવે ટીમ માટે બોજ બનવા ઇચ્છતો નહોતો. જેથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન એરોન ફિન્ચે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે સવારે 5:00 વાગે મીડિયાને સંબોધિત કરીને આ જાહેરાત કરી છે. તે આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમશે. તેણે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જેથી ટી-20 ક્રિકેટ રમવાનું શરૂ રાખશે. તે હાલમાં ટી-20 ફોર્મેટમાં ટીમનો કેપ્ટન પણ છે.
એરોન ફિન્ચ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. આ વર્ષે તેણે 13 વન-ડે મેચમાં ફક્ત 169 રન જ બનાવ્યા છે. જેમાંથી પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે. તે કેપ્ટન તરીકે ટીમ પર બોજ બનતો હતો. જેના કારણે તેણે પોતે નિવૃત્તિ લેવાનું વિચાર્યું છે. હવે તે વન-ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમતો જોવા મળશે નહીં.
એરોન ફિન્ચના રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 145 વન-ડેમાં 17 સદી અને 30 અડધી સદી સાથે 5401 રન બનાવ્યા છે. તેવી જ રીતે ટી-20 ક્રિકેટમાં 2 સદી અને 17 અડધી સદી સાથે 2855 રન બનાવ્યા છે. તે આઇપીએલમાં પણ ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યો છે. આઇપીએલની 92 મેચોમાં તેણે 2091 રન બનાવ્યા છે. આ ઉપરાંત 15 અડધી સદી ફટકારી છે.