21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (rain in Saurashtra and South Gujarat) સહિત વિવિધ પંથકને ઘમરોળ્યા બાદ ફરીથી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી (weather forecast) કરવામાં આવી છે. આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Gujarat weather prediction) જણાવ્યા મુજબ, સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ વર્ષનો 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ છે.

રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે, આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે. તેમા પણ મુખ્યત્વે 19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે 20 અને 21 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યના 56 રસ્તાઓ બંધ

હજુ પણ વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ છે. જે પૈકી રાજકોટમાં 3 અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવે ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંથ છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ છે. જે પૈકી પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ બંધ છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની (Sardar sarovar dam water level) સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. શુક્રવારે ડેમની સપાટીમાં 19 સે.મી.નો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ કુલ 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

જેના પગલે હાલ ડેમની સપાટી 121.06 મીટર થઈ છે. ડેમ પોતાના રૂલ લેવલથી થોડો જ દૂર છે. સરદાર સરોવર ડેમનું રૂલ લેવલ 121.92 મીટર છે. હાલ ડેમ 60% ભરાયેલો છે. ડેમમાં હાલ 5110.04 MCM લાઈવ સ્ટોરેજ છે.
Total
0
Shares
Previous Article

પીએમ મોદીના જન્મ દિવસે રસીકરણનો રેકોર્ડ, 2.50 કરોડથી વધારે લોકોએ લીધી કોરોના વેક્સીન

Next Article

ઓક્ટોબરમાં હોન્ડા લોન્ચ કરશે એક્ટિવાનાં નવાં વેરિઅન્ટ, જાણો નવાં ફિચર્સ

Related Posts
Read More

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના TRFથી છે પુંછ (Poonch) બાદ હવે શોપિયાંમાં…
Read More

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર…
Read More

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશન પરિવર્તિત થયું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માટે આગામી પાંચ દિવસ…
Total
0
Share