50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

Redmi 10 Prime: રેડમી 10 પ્રાઈમમાં એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 પર કામ કરે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલનો માઈક્રો-ડેપ્થ સેન્સર કેમેરા (Best Budget Smartphone) આપવામાં આવ્યો છે.

Redmiએ રેડમી 10 સિરીઝમાં વધુ એક મોડેલ ઉમેર્યું છે. કંપનીએ Redmi 10 Prime સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન રિયલમી 8 5G, મોટો G60 સહિતના ફોન સાથે સીધી સ્પર્ધા કરશે. Redmi 10 Prime દેખાવમાં તો રેડમી 10ના ગ્લોબલ વેરિયન્ટ (Best Budget SmartPhone) જેવો જ લાગે છે. પરંતુ પણ અમુક ખાસિયત તેને રેડમી 10 કરતા અલગ પાડે છે.

જાણો, કઈ કઈ છે ખાસિયત?
Redmi 10 Primeને આકર્ષક દેખાડવા માટે કંપનીએ 6,000mAhની બેટરી, 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 90Hzની એડેપ્ટિવ સીન્સ ડિસ્પ્લે પર ધ્યાન આપીને આ સ્માર્ટફોનનું માર્કેટિંગ કર્યું છે. આ સ્માર્ટફોનમાં 5G નથી, પરંતુ અન્ય ઘણા સ્પેસિફિકેશન મળે છે.

રેડમી 10 પ્રાઈમમાં 6.5-ઇંચની ફૂલ એચડી+ 90Hzની એડેપ્ટિવ સીન્સ ડિસ્પ્લે અને સાથે 400 નિટ્સ બ્રાઇટનેસ મળશે. આ સ્માર્ટફોન MediaTek Helio G88 SoC પ્રોસેસર સાથે આવે છે. તેમાં 6GB રેમ (LPDDR4x) અને 128GB સુધીનું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. આ ફોન ડ્યુલ સિમ કાર્ડ સપોર્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રેડમી 10 પ્રાઈમમાં એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 પર કામ કરે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલનો માઈક્રો-ડેપ્થ સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનું કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન 120fps પર 720p વિડીયો રેકોર્ડ કરી શકે છે.

• અન્ય ફીચર્સ

માહટકાનું છે કે, આ સ્માર્ટફોન 3.5mm હેડફોન જેક, ડ્યુલ સ્પીકર સાથે આવે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોન બ્લુટુથ 5.1 અને ડ્યુલ બેન્ડ વાઈફાઈ સપોર્ટ કરે છે. તેમજ સાઈડમાં ફિંગરપ્રિન્ટ માઉન્ટેડ લોક-અનલોક બટન આપવામાં આવ્યું છે. રેડમી 10 પ્રાઈમ USB OTG સપોર્ટ
અને 18W ચાર્જ અને 9W રિવર્સ ચાર્જ કેપેસીટી સાથે આવે છે.

  • જાણો શું કિંમતે મળશે સ્માર્ટફોન

તમને જણાવી દઈએ કે, રેડમી 10 પ્રાઈમના 4GB + 64GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત રૂ. 12,499 છે. જ્યારે 6GB + 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 14,999 રાખવામાં આવી છે. આ ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનનું વેચાણ 7 સપ્ટેમ્બરના રોજ શાઓમી ઇન્ડિયા અને એમેઝોન પર શરૂ થશે.

Total
0
Shares
Previous Article

બાળકો માટે વધુ એક વેક્સીન! Biological Eને એડવાન્સ સ્ટેઝ ટ્રાયલની મળી મંજૂરી

Next Article

ગુજરાતનું ગૌરવ! મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, પહેલી ગજરાતી ખેલાડી

Related Posts
Read More

WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

વોટ્સએપે(WhatsApp) અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, નવા રિપોર્ટ અનુસાર,…
Read More

ફક્ત ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવો આ ઇલેક્ટ્રિક કાર, દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, ૪૦ પૈસામાં ચાલે 1 KM

મોંઘા પેટ્રોલ-ડીઝલ થી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. આ વચ્ચે મુંબઈની એક…
Total
0
Share