નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

મોબાઇલ યુગમાં ક્રાંતિકારી પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. વોટસએપ હોય કે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા એપ પર નિતનવી શોધખોળ થતી હોય છે. હવે યુ-ટ્યુબનો વારો આવ્યો છે. આપણે યુ-ટ્યુબ કેવાં પ્રકારનું પરિવર્તન લાવી રહ્યું છે તેની વિગતવાર માહિતી જોઇ લેશું.

કેવાં પ્રકારનાં ફેરફારો લાવશે યુ-ટ્યુબ?

યુ-ટ્યુબ પ્રિમિયમ લોન્ચની સાથે જ એડ ફ્રી વિડિઓ વોચીંગ અને પિકચર – ઇન-પિક્ચર જેવાં કંઈ ફિચર્સ પ્રિમિયમ યુઝર્સને આપવામાં આવેલા છે. હવે પિક્ચર – ઇન-પિક્ચર (પીઆઇપી) જેવાં મોડને નોન પ્રિમિયમ યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવી રહ્યાં છે. યુએસની બહારનાં નોન પ્રિમિયમ યુઝર્સને આ ફિચર લેટેસ્ટ અપડેટ્સનાં રૂપમાં મળી રહેશે. જોકે, આ ફિચર ઇટાલીમાં નોન પ્રિમિયમ યુઝર્સને મળવાની શરુઆત થઈ ગઈ છે. આશા છે કે, બહું જલ્દી જલ્દી એ બાકીનાં દેશોમાં પણ રોલઆઉટ થઈ જશે.

GSMArena નાં રિપોર્ટ મુજબ પિકચર – ઇન-પિક્ચર મોડને અનેબલ કરવાનો વિકલ્પ યુઝર્સને યુ-ટ્યુબનાં એન્ડ્રોઇડ એપની સેટિંગ્સ> જનરલ મેન્યુમાં ગયાં પછી મળી શકશે. અલબત્ત આ વિકલ્પ ફક્ત એવાં યુઝર્સને પ્રાપ્ત થશે કે જેનાં સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 ઓરીયો અથવા એનાં પછીનાં ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરી રહ્યાં છે. ગુગલ સપોર્ટ પેજ અનુસાર યુએસમાં નોન-પેઇંગ યુઝર્સ એડ્સની સાથે પીઆઇપી પ્લેબેકનો આનંદ માણી શકશે.

યુ-ટ્યુબ પ્રિમિયમનાં એક્સેસ ન થવાં છતાં પણ યુઝર્સ કોઈ વિડિઓ ચલાવીને એપ માંથી બહાર નીકળી શકશે અને વિડિઓ ચાલતી રહેશે.

આમ આ યુ-ટ્યુબમાં આવનાર ક્રાંતિકારી બદલાવ યુવા વયનાં દરેક  શોખીનોને અચુક ગમી જશે એમાં કોઈ શંકા નથી. પરિવર્તન એ આધુનિક ટેકનોલોજીનો મંત્ર છે. આજનાં જમાના સાથે તાલ મેળવવા આપણે પણ નવાં યુગ સાથે ચાલવું પડે…

Total
0
Shares
Leave a Reply
Previous Article

જીઓ બાદ BSNL એ ઉડાડી અન્ય કંપનીઓની ઊંઘ, કરોડો ગ્રાહકો પોર્ટીબિલિટી દ્વારા BSNL માં જોડાયાં

Next Article

વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

Related Posts
Read More

વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

વોટસએપ દરરોજ નવાં નવાં અપડેટસ લાવી રહ્યાં છે. જમાનાં પ્રમાણે દરેક ઉપભોક્તા વોટસએપનાં નવાં નવાં અપડેટ્સને આવકારી રહ્યાં…
Read More

રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

JioPhone Next 4G to Launch – રિલાયન્સ જિયોના (Reliance Jio) 4જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની (JioPhone Next 4G)ઘણા…
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share