મોંઘા પેટ્રોલ-ડીઝલ થી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. આ વચ્ચે મુંબઈની એક સ્ટાર્ટ-અપ કંપનીએ એવી ઇલેક્ટ્રિક કાર રજુ કરી છે, જેને કંપની દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર જણાવી રહી છે.
Strom R3 નું બુકિંગ શરૂ
ઈલેક્ટ્રીક કારને Strom Motors દ્વારા રજુ કરવામાં આવેલ છે અને એનું નામ Strom R3 આપવામાં આવ્યું છે. કંપનીએ ભારતમાં એની બુકિંગ શરૂ કરી દીધું છે. Strom R3 નું પ્રિ-બુકિંગ મુંબઈ અને દિલ્હી એનસીઆરમાં માત્ર ૧૦,૦૦૦ રૂપિયા ની શરૂઆત રકમ આપીને કરાવી શકાય છે.
કારનો અજબ-ગજબ લુક
જો લુકની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ પૈડાં છે. પરંતુ થ્રી-વ્હીલર જેવો લુક નથી. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે થ્રી-વ્હીલર ની જેમ એમાં એક પૈડું આગળ અને બે પૈડા પાછળ નથી, એમાં એકદમ ઉંધુ છે. તેમાં આગળ બે વ્હીલર લાગ્યા છે અને પાછળની તરફ એક વ્હીલ લગાવવામાં આવેલ છે.
તમે ઇલેક્ટ્રિક કાર Storm R3 ને જોઈને હેરાન થઈ જશો. કારણ કે તેના આગળ બે વ્હીલર લાગ્યા છે અને પાછળ તરફ એક પૈડું છે. ત્રણ પૈડાવાળી આ નાની કારને દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બતાવવામાં આવી રહી છે.
અત્યારે બુકિંગ કરાવવા પર ઘણું ડિસ્કાઉન્ટ
Strom Motors નું કહેવાનું છે કે તેની બુકિંગ આગળ થોડા અઠવાડિયા સુધી ખુલી રહેશે. શરૂઆત ગ્રાહકોને ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનાં અપગ્રેડનો ફાયદો થશે, જેમાં કસ્ટમાઈઝ કલર ઓપ્શન, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ અને ૩ વર્ષની ફ્રી મેન્ટેનન્સ સામેલ છે.
સિંગલ ચાર્જમાં Strom R3 થી ૨૦૦ કિમીનું અંતર
કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ માં Strom R3 લગભગ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. તેમાં 4G કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જીન છે. જે ચાલકને ટ્રેક લોકેશન અને ચાર્જનું સ્ટેટસ બતાવે છે.
ડીલીવરી ૨૦૨૨ થી શરૂ
કંપનીનું માનીએ તો આ વર્ષે બુકિંગ કરાવવા પર આ ટુ-સીટર ઇલેક્ટ્રીક કારની ડિલિવરી ૨૦૨૨ થી શરૂ થઈ જશે. મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ અત્યાર સુધી આ કારના ૭.૫ કરોડ રૂપિયાનાં લગભગ ૧૬૫ યુનિટની બુકિંગ કરી લીધી છે. આ આંકડો માત્ર ૪ દિવસનો છે.
દિલ્હી અને મુંબઈમાં જ Strom R3 ની બુકિંગ
શરૂઆતનાં સમયમાં કંપનીએ માત્ર દિલ્હી અને મુંબઈમાં જ Strom R3 ની બુકિંગ શરૂ કરી છે. પરંતુ જલ્દી જ બીજા શહેરમાં પણ બુકિંગ શરૂ થશે. તેની શરૂઆતી કિંમત ૪.૫ લાખ રૂપિયા છે.
માત્ર ૪૦ પૈસા માં એક કિલોમીટરની સફર
કંપનીનું કહેવું છે કે આ કારને ખાસ તે લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે શહેરની અંદર રોજના ૧૦ થી ૨૦ કિલોમીટરનાં વિસ્તારમાં ટ્રાવેલ કરવા ઈચ્છે છે. આ કારને ચલાવવાનો ખર્ચ માત્ર ૪૦ પૈસા પ્રતિ કિલોમીટર છે. આ કારને ૩ વેરિએન્ટમાં રજુ કરવામાં આવશે.
Strom Motors ની શરૂઆત વર્ષ ૨૦૧૬માં
Strom Motors ની શરૂઆત વર્ષ ૨૦૧૬માં થઈ હતી. કંપનીનો પ્લાન્ટ ઉત્તરાખંડમાં કાશીપુર માં સ્થિત છે, જેની ઉત્પાદન ક્ષમતા ૫૦૦ યુનિટ પ્રતિ મહિને છે. આ કારની રાઇટીંગ કોસ્ટ પણ ઘણી જ સસ્તી હશે. કંપનીનો દાવો છે કે રેગ્યુલર કારની સરખામણીમાં તેનું મેન્ટેનન્સ ૮૦% ઓછો ખર્ચાળ છે.