આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરાઇ છે. લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં મેઘ મહેર બે દિવસ સુધી યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ગાંધીનગર અને દાહોદ સહીતના જિલ્લામાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા અને પાટણ સહીત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલી,ગીર સોમનાથ અને જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

તાપીના વ્યારામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત

ઉલ્લેેખનીય છે કે, તાપીના વ્યારામાં પણ મેઘમહેર થઇ હતી. વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વ્યારા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંક ભારે તો કેટલાક સ્થળે ધીમીધારે વરસાદ પડયો હતો.

પાનમ ડેમમાં નવા નીરની આવક

પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં નવા નીરની આવક થઇ હતી. પાનમ ડેમમાં 1441 ક્સુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી ૪૦૦ ક્યુસેક પાણીની જાવક થઇ હતી. હાલ ડેમની જળસપાટી ૧૨૦. ૬૫ મીટર છે. જ્યારે ભયજનક સપાટી ૧૨૭. ૪૧ મીટર છે.

સાર્વત્રિક વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી

અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે માલપુરના રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ વહેતો જોવા મળ્યો. સાર્વત્રિક વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. ખેતરોમાં વાવેતર બાદ વરસાદ વરસવાને કારણે પાકને જીવનદાન મળ્યું છે. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું

છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ભારે વરસાદથી હેરણ નદીમા ઘોડાપુર આવ્યુ છે. અને હેરણ નદી પરનો અંગ્રેજ શાસના સમયનો રાજવાસણા આડબંધ સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો છે. હેરણ નદી 90 કિલો મીટર વિસ્તારમાં પસાર થતી હોય છે. અને તેના પર આડબંધ ઓવરફ્લો થતા લોકો ડેમ જોવા ઉમટી પડ્યા છે.

ઓરસંગ નદી ગાંડીતુર બની

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી ગાંડીતુર બની. પાણીના પ્રવાહને કારણે ઓરસંગ નદી પર દરિયાની જેમ પાણીના મોજા ઉછળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઓરસંગ નદી પર તાજેતરમાં જ બનાવવામાં આવેલો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો.

ઝરણાંઓ સજીવન બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં

બીજી તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં પણ વરસાદને કારણને નદીમાં નવા નીર આવ્યા. વરસાદને કારણે પહાડોમાં ઝરણાંઓ સજીવન બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં.

મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો

અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મોડાસાના દધાલીયા,જંબુસર, મોતીપુરા, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દધાલીયા ગામના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતાં.

Total
0
Shares
Leave a Reply
Previous Article

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુએ સર્જયો ઈતિહાસ, વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર

Next Article

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Related Posts
Read More

Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈની પસંદગી, BJP વિધાયક દળની બેઠકમાં નિર્ણય

બસવરાજ એસ બોમ્મઇ (basavaraj bommai)કર્ણાટકના (karnataka) આગામી મુખ્યમંત્રી (karnataka chief minister)બનશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બી એસ…
Read More

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે. ભારે વરસાદને કારણે અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની જગ્યામાં…
Read More

હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર સુઈ જતા ટ્રક સાથે ટક્કર થઇ અને 30 લોકોના મોત, 74 ઘાયલ,

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ…
Read More

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online…
Total
0
Share