છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41 હજાર 649 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 હજાર 291 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે અને 593 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના કુલ 3 કરોડ 16 લાખ 13 હજાર 993 કેસ નોંધાયા છે, જેમાંથી 3 કરોડ 7 લાખ 81 હજાર 263 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે કુલ 423810 લોકોના મોત થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના 4 લાખ 8 હજાર 920 એક્ટીવ કેસ છે, જે ચેપના કુલ કેસોના 1.29 ટકા છે.રીકવરી દર 97.37 ટકા છે. ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓમાં 3,765 નો વધારો થયો છે. દૈનિક ચેપ દર 2.34 ટકા નોંધાયો હતો.
દેશમાં અત્યાર સુધીમાં એન્ટિ-કોવિડ- રસીના 46.15 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રોગચાળાને કારણે વધુ 593 લોકોના જીવ ગયા છે, મહારાષ્ટ્રમાં 231 અને કેરળમાં 116 લોકોના મોત થયા છે. કોવિડ -19 ને કારણે દેશમાં અત્યાર સુધીમાં 4,23,810 લોકોના મોત થયા છે, જેમાંથી 1,32,566 મહારાષ્ટ્ર, 36,525 કર્ણાટક, 34,050 તમિલનાડુ, 25,052 દિલ્હી, 22,756 ઉત્તર પ્રદેશ, 18,128 પશ્ચિમ બંગાળ અને 16,292 લોકોના મોત થયા છે.