લોકો પોતાની સર્વિસ કે પ્રોડક્ટ વેચવા માટે ગ્રુપમાં જોડી દે છે. ઘણી વખત આપણી મંજૂરી વગર આવું થાય છે. નકામા ગ્રુપના કારણે સમય અને બેટરીનો બગાડ થાય છે.
WhatsApp ના કારણે મેસેજિંગ ખૂબ સરળ અને ઝડપી થઈ ગયું છે. વિશ્વના ઘણા લોકો વોટ્સએપ (WhatsApp) સાથે જોડાઈ ગયા છે. જોકે વોટ્સએપમાં કેટલાક વધારાના મેસેજ પણ લોકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. લોકો પોતાની સર્વિસ કે પ્રોડક્ટ વેચવા માટે ગ્રુપમાં જોડી દે છે. ઘણી વખત આપણી મંજૂરી વગર આવું થાય છે. નકામા ગ્રુપના કારણે સમય અને બેટરીનો બગાડ થાય છે. જેથી ઘણા લોકોને આવા ગ્રુપમાં રહેવું ગમતું નથી. જોકે, આવા ગ્રુપ ક્યારેક ઓળખીતા દ્વારા બનાવવામાં આવ્યા હોવાના તેમાંથી નીકળી શકાતું નથી. આવી બાબતોથી બચવા માટે જોરદાર પદ્ધતિ છે. જેના કારણે કોઈ તમને ગ્રુપમાં એડ નહીં કરી શકે.
જાણો તે પદ્ધતિ?
આવા નકામા ગ્રુપથી બચવા માટે વોટ્સએપમાં સેટિંગમાં ઓપ્શન છે. જેના દ્વારા યૂઝર નક્કી કરી શકે છે કે કોણ તમને ગ્રુપમાં એડ કરી શકે અને કોણ ન કરી શકે. અલબત્ત આ સેટિંગ ON કર્યા બાદ પણ Group Admin ગ્રુપ જોઈન કરવા તમને પર્સનલ લિંક મોકલી શકે છે. જો તમે આવા નકામા ગ્રુપમાં એડ થવાથી બચવા માંગતા હોવ તો નીચે આપવામાં આવેલા સ્ટેપ અનુસરો.
– WhatsApp ઓપન કરી જમણી બાજુ પર આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.
– હવે Settingsમાં જઈ Accountને સિલેક્ટ કરો.
– જ્યાં Privacy પર જઈ Groups પર ક્લિક કરો. અહીં Defaultમાં ‘Everyone’ સેટ હોય છે.
– જ્યાં યૂઝરને ત્રણ વિકલ્પ- ‘Everyone’, ‘My Contacts’, અને ‘My contacts Except’ મળે છે.
– તેમાં ‘Everyone’ વિકલ્પનો અર્થ છે કે જેમની પાસે તમારો ફોન નંબર હોય તેઓ તમને તમારી મંજૂરી વગર પણ ગ્રુપમાં Add કરી શકે છે.
– જ્યારે‘My Contact’નો અર્થ છે કે, જેમનો નંબર તમારા મોબાઈલમાં સેવ હોય તે લોકો જ તમને Add કરી શકે છે.
– છેલ્લે ‘My Contacts Except’ વિકલ્પ પર ક્લિક કરવાથી તમે તમારા એવા કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરી શકો છો, જે તમને ગ્રુપમાં Add કરી શકશે નહીં.