Tokyo Olympics: Boxing: લવલીના બોરગોહન મહિલા બોક્સિંગ સેમીફાઇનલમાં તુર્કીની હાલની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાલ સુરમેનેલી સામે મેચ 0-5થી હારી ગઈ.
Lovlina Borgohain wins bronze medal Tokyo Olympics 2020: બોક્સર લવલીના બોરગોહેન (Lovlina Borgohain) ટોક્યો ઓલ્પિક (Tokyo Olympic 2020)માં ઈતિહાસ રચવાની ચૂકી ગઈ છે. લવલીનાને 69 કિલોગ્રામ વર્ગની સેમીફાઇનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી (Busenaz Surmeneli) સામે 0-5થી હારનો કરવો પડ્યો છે. આસામ (Assam)ની 23 વર્ષીય લવલીના બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ત્રીજી ભારતીય ખેલાડી છે. તેના પહેલા વિજેન્દર સિંહ (બીજિંગ ઓલમ્પિક 2008) અને એમસી મૈરી કોમ (લંડન ઓલમ્પિક 2012) બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
સેમીફાઇનલમાં લવલીના વર્લ્ડ ચેમ્પિયનની વિરુદ્ધ એક વાર પણ લયમાં ન જોવા મળી. પહેલા અને બીજા રાઉન્ડમાં પાંચેય જજોએ બુસેનાઝ સુરમેનેલીને 10માંથી 10 પોઇન્ટ આપ્યા. લવલીનાનું પ્રદર્શન ત્રીજા રાઉન્ડમાં વધુ ખરાબ રહ્યું. તેને ત્રણેય જજોએ 9 પોઇન્ટ, જ્યારે બે જજોએ માત્ર 8-8 પોઇન્ટ આપ્યા. જોકે, લવલીના પહેલીવાર ઓલમ્પિકમાં ભાગ લઈ રહી છે. એવામાં તેનું બ્રોન્ઝ મેડલ જીતવું કોઈ ગોલ્ડથી કમ નથી.
નોંધનીય છે કે, પોતાનો પહેલો ઓલમ્પિક રમી રહેલી લવલીના બોરગોહેન (69 કિલોગ્રામ)એ વર્લ્ડ ચેમ્પિયન ચીની તાઇપેની નિયેન ચિન ચેનને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશની સાથે ટોક્યો ઓલમ્પિકની બોક્સિંગ સ્પર્ધામાં ભારતનો મેડલ પાકી કરી દીધો હતો. આસામની 23 વર્ષીય બોક્સરે 4-1થી જીત નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોના સંક્રમણની શિકાર થયેલી લવલીના યૂરોપમાં અભ્યાસ પ્રવાસ પર નહોતી જઈ શકી. આસામના ગોલાઘાટ જિલ્લાની લવલીનાએ કિક બોક્સર તરીકે શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ભારતીય ખેલ પ્રાધિકરણના પદમ બારોએ તેની પ્રતિભાને ઓળખી. તેમણે બોક્સિંગમાં તેનો પ્રવેશ કરાવ્યો અને પોતાના પહેલા જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો. બીજા વર્ષે ફરી તેને પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું. ભારતને આ પહેલા ઓલમ્પિક બોક્સિંગમાં વિજેન્દર સિંહ (2008) અને એમસી મૈરી કોમ (2012)એ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.