ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

Tokyo Olympics Hockey: ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે, આ સ્ટાર ખેલાડીઓએ કર્યા ગોલ.

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે (Indian Hockey Team Won Bronze Medal) ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્ની (India Vs Germany)ને 5-4થી હરાવી દીધું છે. એક સમયે ભારત 3-2થી પાછળ થઈ ગયું હતું, પરંતુ ભારતે જોરદાર વાપસી કરતાં પોતાને આગળ કરી દીધું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને જોરદાર વાપસી કરતાં ભારતે 4-3થી સરસાઈ મેળઇવી લીધી. તેની થોડી મિનિટો બાદ સિમરનજીતે મેદાની ગોલ કરીને સ્કોર 5-3 કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં જર્મનીના વિંડેફેડરે પેનલ્ટી કોર્નર પર ટીમને ચોથો ગોલ કરી દીધો હતી. જેને કારણે ભારતીય ટીમની સરસાઈ 5-4થી જઈ ગઈ હતી. આ પહેલા ભારતે બીજા ક્વાર્ટરની સમાપ્તિ પર મુકાબલાને 3-3થી બરાબરી પર લાવી દીધો હતો. ભારતને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ મળ્યો છે.

બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલમાં જર્મનીએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી. બીજી મિનિટમાં જ જર્મનીના ઉરૂજે ગોલ કરી ટીમને 1-0થી સરસાઈ અપાવી દીધી. પહેલા ક્વાર્ટર સુધી જર્મનીની ટીમ 1-0થી આગળ હતી. 17મી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. ત્યારબાદ જર્મની તરફથી 24મી મિનિટમાં નિકોલસ વેલને અને 25મી મિનિટમાં બેનિડિડ ફુર્કેએ ગોલ કરીને ટીમને 3-1થી સરસાઈ અપાવી હતી.

બીજા ક્વાર્ટરમાં 5 ગોલ

બે ગોલથી પાછળ થયા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી. 27મી મિનિટમાં હાર્દિક સિંહે કોર્નર રોક્યા બાદ શાનદાર ગોલ કર્યો. બાદમાં 29મી મિનિટમાં હરમનપ્રીતે ગોલ કરીને સ્કોર 3-3થી બરાબર કરી દીધો. બીજા ક્વાર્ટરમાં કુલ 5 ગોલ થયા. ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમે અટેક ચાલુ રાખ્યો. 31મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક પર રુપિંદરપાલ સિંહે ગોલ કરીને સ્કોર 4-3 કરી દીધો. 34મી મિનિટમાં સિમરનજીતે પોતાનો બીજો ગોલ કરી સ્કોર 5-3 કરી દીધો. ત્રીજા ક્વાર્ટર બાદ ભારતની પાસે 5-3ની સરસાઈ હતી.

નોંધનીય છે કે, ભારતીય પુરુષ હૉકી ટીમને સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હાર (India vs Belgium Men’s Semi-final Hockey) આપી હતી. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મનીની ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો છે.

1980માં ગૉલ્ડ મેડલ મળ્યો હતો

ભારતીય હૉકી ટીમને છેલ્લે 1980માં મેડલ મળ્યો હતો. એ વખતે ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જોકે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધારે બ્રૉન્ઝ મેડલ મળ્યા છે. આ પહેલા ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980ના વર્ષમાં ગોલ્ડ જીત્યો હતો. 1960માં સિલ્વર, 1968 અને 1972માં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.

Total
0
Shares
Previous Article

IND vs ENG Live: ભારતને મળી બીજી સફળતા, ઝેક ક્રાઉલી 27 રને થયો આઉટ

Next Article

WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

Related Posts
Read More

Tokyo Olympics, Hockey: ભારતે ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાને હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team)એ ઓલમ્પિક (Tokyo Olympics)ની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની…
Read More

125 વર્ષમાં પહેલી વાર ભારતની ત્રણ મહિલા ખેલાડીઓ જીતી ઓલિમ્પિક મેડલ

મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અગાઉ મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો,…
Total
0
Share